પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ત્રણ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કર્યું. ત્યારે ગીરનાર ખાતે રોપ-વે પ્રોજેક્ટનું લોકાર્પણ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઊર્જા મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. સીએમ વિજય રુપાણીએ લોકાર્પણ સમયે સંબોધન કરતાં કહ્યું કે આજના પવિત્ર દિવસે ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓનું લોકાર્પણ કરાયું છે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

  • કોરોનાકાળમાં પણ વિકાસ કાર્યો યથાવત રહ્યા
  • આજના પવિત્ર દિવસે ત્રણ મહત્વાકાંક્ષી યોજનાનું લોકાર્પણ
  • ગુજરાત વતી હું PM મોદીનો આભાર માનું છું

પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગુજરાતમા ત્રણ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીરનાર ખાતે રોપ-વે ઉદ્ધાટન બાદ સંબોધન કરતાં કહ્યું કે ગુજરાત વતી હું પીએમ મોદીનો આભાર માનું છે. આજના પવિત્ર દિવસે ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ગુજરાત માટેના સ્વપ્ન આજે સિદ્ધ થયા છે. 

CM રૂપાણીએ કહ્યું કે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ, ટૂરિઝમમાં આગળ વધી રહ્યું છે, PM મોદીએ શરૂ કરેલી વિકાસની સફર યથાવત છે. કોરોનાકાળમાં પણ વિકાસ કાર્યો યથાવત રહ્યા છે. આપત્તિને અવસરમાં પલટાવીને સવાયા ગુરાત માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોનામાં ગુજરાતમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. પોઝિટિવિટી રેટ પોણા ત્રણ ટકા જેટલો રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here