તહેવારો અગાઉ આરોગ્ય વિભાગ દ્ધારા ફાફડા જલેબી અને ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બજારમાં વેચાણ પહેલા અટકાવવા આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળો પર ચેકીંગ શરૂ કર્યા હતા. દશેરાની તૈયારીઓ તમામ ફરસાણની દુકાનો પર કરવામાં આવી રહી છે.ત્યારે આરોગ્યવિભાગે ચાર ઝોનમાં ફાફડા જલેબીની અને મીઠાઈની દુકાનો પર તપાસ કરી નમૂના એકત્ર કર્યા હતા. દિવાળીના એક માસ અગાઉ આ સેમ્પલની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.જે બાદમાં રિપોર્ટમાં ભેળસેળ અથવા હાનિકારક તત્વો મળી આવશે તો એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here