પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં બનેલી એશિયાની સૌથી મોટી હાર્ટ હોસ્પિટલ સહિત ગુજરાતની 3 મોટી પરિયોજનાનું આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉધ્ધાટન કર્યું. હોસ્પિટલનું નામ યૂ એન મહેતા ઇન્સ્ટીટયૂટ ઓફ કાર્ડિયોલજી એન્ડ રિસર્ચ સેન્ટર છે. આ હોસ્પિટલ બનાવા પાછળ 470 કરોડ રૂપિયા ખર્ચ કરાવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં 8 માળ છે અને 8 લાખ સ્કેવર ફુટમાં બનાવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે. દિલ્હીથી પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં છે. ગિરનારમાં રોપ વે, યુ.એન.મહેતામાં હાર્ટ હોસ્પિટલ અને ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સર્વોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.

યુ.એન.મહેતામાં હાર્ટ હોસ્પિટલ

ઉલ્લેખનીય છે કે હવે આ હોસ્પિટલમાં નવી 800 પથારીનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ નાના બાળકોના હ્રદયની સારવાર માટે નવીન આધુનિક હોસ્પિટલનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે. પ્રધાનમંત્રીએ દિલ્હીથી આનું લોકાર્પણ કર્યું. આ ઉદ્ધાટન સમયે નીતિન પટેલ અને કૌશિક પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં હાજર રહ્યાં. 

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટનું આજે પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું છે. 470 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનથી હોસ્પિટલને સજ્જ કરાઇ છે. આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે.

નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બીમારી ધરાવતા હોય તેમને સારવાર આપવાની હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. આ હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડિયાક ઓપરેશન થિયેટર સાથેની કેથલેબ, 176 બાળકો અને સર્જીકલ,  મેડીકલ ICU બેડ, 114 હ્રદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here