દેશમાં આ વર્ષે ચોમાસુ (Monsoon) ભરપુર રહ્યું હતું. દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ (Rain)વરસ્યો હતો. હવે ચોમાસાએ લગભગ વિદાય લઈ લીધી છે. જોકે હવે ફરી એકવાર વરસાદનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન ખાતા (IMD) એ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન ખાતાના સાયક્લોન વોર્નિંગ ડીવીઝ (Cyclone Warning Division) ને કહ્યું હતું કે, બંગાળના (Bengal) આખાત પર લો પ્રેશર સર્જાતા પૂર્વોત્તરના રાજ્યો (North East)ત્રિપુરા (Tripura), નાગાલેન્ડ (Nagaland),મણીપુર (Manipur), મિઝોરમ (Mozoram) અને મેઘાલય (Meghalaya) માં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ એમ પણ કહ્યું હતું કે, હવાનું દબાણ પશ્ચિમ બગાળ (West Bengal) અને પાડોશી બાંગ્લાદેશના દરિયા કિનારે સાગર ટાપુ અને ખેપુપુરા વચ્ચે થઇને પસાર થશે.

હવાના દબાણના કારણે સાયક્લનિક સર્ક્યુલેશન સર્જાય છે જેમાં જોરદાર પવનની સાથે વરસાદ પડે છે. બંગાળના લો પ્રેસરના કારણે થોડા દિવસ દરરોજ 204 એમએમ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પણ ત્રિપુરા,નાગાલેન્ડ,મણીપુર, મિઝોરમ,દક્ષિણ આસામ અને મેઘાયમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને નકારી શકાય નહીં તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

24 ઓકટોબર સુધી આ દબાણ ઘટવાની શક્યતા છે. લો પ્રેશર વિસ્તારો કોઇ પણ વાવાઝોડાના પ્રેથમ સૃથાન હોય છે અને બીજુ સૃથાન ઓછા દબાણનું હોય છે. પૂર્વોત્તર રાજ્યો માટે અસર આધારિત ચેતવણી જારી કરતાં હવામાન ખાતાએ કહ્યું હતું કે આના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ શકે છે, રસ્તાઓ પર પાણી ફરી વળશે અને અન્ડરપાસને બંધ કરવાની ફરજ પડી શકે છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવશે અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ઘુસી જતાં ખેતીને નુકસાન થઇ શકે છે અને બાગાયતનો પાક બગડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here