રાશિ ભવિષ્ય

મેષ રાશિ
આજે કોર ક્રોધ પર નિયંત્રણ રાખવું અને કોઈની વાતમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં. વાહન સુખમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સંપત્તિ તથા વાહનમાં રોકાણ પ્રબળ સંભાવના છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. પોતાના મનની વાતને તમે ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી શકો છો. આવક સામાન્ય રહેશે. સંબંધોમાં સુધાર લાવવાની તમારી કોશિશ સફળ થઈ શકે છે. સાંજ સુધીમાં ઘરેલુ સામાન ખરીદવા માટે તમે બહાર જઈ શકો છો.

વૃષભ રાશિ
આજે પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ચીજો તમારા પક્ષમાં જશે અને તમે દરેક કાર્યમાં પ્રથમ રહેશો. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામોથી ભરેલો રહેશે. જો ઉચ્ચ અધ્યયન અથવા નોકરી માટે પરીક્ષા અથવા પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છો, તો તેમાં સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. સાંજ સુધીમાં કોઈ પાર્ટીમાં જવાનો પ્લાન બની શકે છે. કારકિર્દીની બાબતમાં તેમને સફળતા મળી શકે છે. ઘરના કોઈ સદસ્યનું વર્તન તમારા દુખનું કારણ બની શકે છે.

મિથુન રાશિ
આજે તમારા સાહસમાં વૃદ્ધિ રહેશે. તમે મહેનતથી ભાગશો નહીં. ગાડી ચલાવતા સમયે સાવધાની રાખવી. આવશ્યક કાર્યમાં ખર્ચ થશે. સાથે કામ કરતાં લોકો તમારા સ્વભાવ અને વ્યવહારનો ખોટો ફાયદો પણ ઉઠાવવાની કોશિશ કરશે. આર્થિક મામલામાં આજે આંખ બંધ કરીને કોઇ પર વિશ્વાસ કરવો નહીં. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવા માટેનું પ્લાનિંગ બની શકે છે, તેનાથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે.

કર્ક રાશિ
આજે તમારું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. પોતાના પ્રેમી અથવા પાર્ટનરનો સાથ યોગ્ય રીતે નિભાવી શકશો. અચાનકથી ધનલાભ થવાની સંભાવના રહેલી છે. આર્થિક રૂપથી દિવસ ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત આપનારો સાબિત થશે. જો તમે આવકના સ્ત્રોત પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છો, તો તેમાં તમને સફળતા જરૂર મળશે. આજે તમને વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. બાળકોને લઈને તમે વધારે ચિંતિત રહી શકો છો. ઓફિસમાં તમારા સિનિયર્સ તમારા કામથી પ્રભાવિત થશે.

સિંહ રાશિ
આજે તમને આગળ વધવાના અવસર પ્રાપ્ત થશે. રચનાત્મક પ્રયાસ ફળીભૂત થશે. નોકરીમાં ઈચ્છા વિરુદ્ધ કોઈ વધારાની જવાબદારી મળી શકે છે. કોઈ એવું કામ કરવું જેનાથી એક સાથે ઘણા લોકોને ફાયદો થાય. ઘર, પરિવાર અને જીવનસાથી સાથે સંબંધ પહેલાં કરતાં વધારે મધુરતા ભરેલા રહેશે. પરિશ્રમ વધારે રહેશે. કામમાં બેદરકારી રાખવી નહીં, નહીંતર નુકસાન થઈ શકે છે. ઉત્સાહ તથા એકાગ્રતામાં વૃદ્ધિ થશે. વેપારમાં નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે.

કન્યા રાશિ
આજે તમારે ટેક્સને વીમા સાથે જોડાયેલા વિષયો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. રોકાણ અને ખરીદદારીનાં અવસર પ્રાપ્ત થઇ શકે છે. સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે. તમારી માનસિક દશા ખુશી અને દુઃખ બંને ભાવમાંથી પસાર થશે. તમને પ્રગતિ માટે અમુક નવા સાધન મળી શકે છે, તમારે તે સાધનોને સંભાળીને રાખવાની જરૂરિયાત છે. ખોટું બોલવાથી બચવું જોઇએ, નહીંતર પરેશાનીમાં પડી શકો છો.

તુલા રાશિ
આજે તમારી મહેનત વધતી જોવા મળશે. પોતાની નકારાત્મક ભાવનાઓ અને વૃતિઓ પર લગામ રાખવું. કોઈના દ્વારા કહેવામાં આવેલી વાતો ઉપર ભરોસો કરવો નહીં. નોકરી કરતા જાતકો માટે અમુક આકસ્મિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમને પોતાના વરિષ્ઠ અને સહકર્મીઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. કીમતી વસ્તુઓને સંભાળીને રાખવી. મનમાં ચિંતા તથા તણાવ રહેશે. જમીન-મકાન સંબંધી યોજના બની શકે છે.

વૃશ્ચિક રાશિ
આજના દિવસે વધારે વ્યવસાયિક ગતિવિધિઓ થઈ શકે છે, જે તમને આર્થિક લાભ આપશે. પોતાનો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં લગાવવો, તે તમને અને તમારા પરિવારને ખુશી આપશે. શેર માર્કેટ તથા મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં લાભ થશે. કોઈ કાર્ય સંપન્ન થવાથી તમારા પ્રભાવ અને વર્ચસ્વ વૃદ્ધિ થશે. તમે પોતાના સંઘર્ષો દ્વારા તે પરિસ્થિતિ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો, જે તમને પરેશાન કરી રહી હતી.

ધન રાશિ
કોઈ નવા કાર્યનો પ્રારંભ કરવો. જો તમે રાજકારણના ક્ષેત્રમાં છો, તમારા કાર્યની પ્રશંસા થશે. એકસ્ટ્રા ઇન્કમ માટે કોશિશ કરશો. બુદ્ધિથી તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. વાહન, મશીનરી તથા અગ્નિનાં પ્રયોગમાં સાવધાની રાખવી. કોઈ વિશેષ વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. કોઇ અપરિચિત વ્યક્તિની વાતમાં આવવું નહીં. પોતાની વાતો થી લોકોને સહમત કરાવવામાં સફળ રહેશો. તમારા અટવાયેલા પૈસા અથવા ખોવાયેલી વસ્તુ તમને પરત મળી શકે છે.

મકર રાશિ
આજે તમારી મનોકામનાઓ પ્રાર્થના દ્વારા પુરી થશે. કમરથી નીચેના ભાગમાં કોઈ બીમારી પરેશાન કરી શકે છે. પરીક્ષા, પ્રતિયોગીતા તથા સાક્ષાત્કાર વગેરેમાં સફળતા મળશે. વ્યવસાયીક યાત્રા સફળ રહેશે. અપ્રત્યાશિત લાભ મળવાના યોગ બની રહ્યા છે. તમે કોઈ કામ પૂર્ણ કરવામાં એક્સ્ટ્રા મગજ લગાવી શકો છો. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી હશે. માંગલિક તથા સાંસ્કૃતિક ઉત્સવમાં વ્યસ્ત રહી શકો છો.

કુંભ રાશિ
આજે કરવામાં આવેલ રોકાણ તમારા માટે અતિ શુભ સાબિત થશે. દૂરથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. આરામ કરવા માટેનો સમય પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. તમારું પારિવારિક જીવન પણ સામાન્ય રહેશે અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. ખેતીનાં કામમાં તમને સારો લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે. યાત્રા તમારા માટે સુખદ અને ઉત્સાહ વધતો રહેશે.

મીન રાશિ
આજે પિતા તરફથી લાભ થવાના યોગ બની રહ્યા છે. જો તમે પોતાની ચીજોનું ધ્યાન નહીં રાખો તો તે ચોરી થવાની સંભાવના રહેલી છે. આર્થિક સંદર્ભમાં ઘણા સમયથી આવી રહેલી પરેશાનીઓમાં તમને રાહત મળશે અને ધીરે ધીરે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવશે. તમારા વ્યવહારથી તમારા અંગત સંબંધોમાં ઘણો સુધારો થશે. મનની ચિંતા વિશે કોઈ ભરોસા લાયક વ્યક્તિને વાત કરવી. ગૃહકાર્યમાં વ્યસ્ત રહેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here