ગાંધીનગર નજીક રૂપાલ ખાતે દર વર્ષે નવરાત્રિમાં વરદાયીની માતાની પલ્લી યોજાય છે તે આ વર્ષે કોરોનાના કારણે નહી યોજવા સરકારે અને તંત્રએ પરમિશન આપી નહોતી. પરંતુ રૂપાલ ખાતે રૂપાલ ખાતે 5000 વર્ષથી ચાલી આવતી ઐતિહાસિક પલ્લી આ વખતે પણ નીકળી હતી. પાંડવોના સમયથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે આસો સુદ નોમના દિવસે પલ્લી ભરાય છે. દર વર્ષે પલ્લીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને લઈને રાજ્ય સરકાર પરમિશન આપી નહોતી. પરંતુ રૂપાલ ગામના ગ્રામજનોની જીદ આગળ રાજ્ય સરકારે નમતું જોખ્યું હતું. માત્ર 45 મિનિટમાં ગામના 151 લોકોને હાજરીમાં મા વરદાયિની માતાની પલ્લી યોજાઈ હતી.

આ વર્ષની પલ્લીની સૌથી મોટી ખાસિયત તે હતી કે કોઈપણ પ્રકારની વીડિયો શૂટિંગ કરવામાં આવ્યું નહોતું. રૂપાલ ગામમાં દર વર્ષે ઘીની નદીઓ વહેતી હોય છે, પરંતુ આ વર્ષે ઘીની નદીઓ જોવા મળી નહોતી. ગ્રામજનોના નિર્ણયનું લોકોએ ચુસ્ત પાલન કર્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં સમય કરતાં વહેલી પલ્લી નીકળી હતી. દર વર્ષે સવારે 4 વાગે રૂપાલમાં પલ્લી નીકળે છે. આ વર્ષે સરકારે પરમિશન આપી નહોતી જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં પલ્લી નીકળી હતી. રૂપાલની પલ્લીમાં આસપાસના કોઈપણ ગામ કે શહેરના લોકોને રૂપાલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આખરે આસ્થાની જીત થઈ છે. ગાંધીનગરના રૂપાલ ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે પલ્લી નીકળી હતી. ખુબ જ ઓછા ભક્તો સાથે વરદાયિની માતાજીની પલ્લી નીકળતા શ્રદ્ધાળુઓની આશ સચવાઈ રહી હતી. પલ્લી ગામમાં 1 કલાક નિરધારિત રૂટો પર ફરી નિજ મંદિર પરત ફરી હતી. હવે શ્રદ્ધાળુઓ સવારે 6 વાગ્યા બાદ પલ્લીના દર્શન કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપાલમાં વરદાયી માતાજીના મંદિરેથી નીકળતી વિશ્વપ્રસિદ્ધ પલ્લી રાત્રિના આઠ કલાક સુધી તંત્રએ મંજૂરી આપી નહોતી. પરંતુ ગ્રામજનો પલ્લી કાઢવા માટે મક્કમ હતા. તેઓએ માતાજીની પલ્લી માટે ખીજડાના વૃક્ષ કાપવાની લઈને શરૂઆતની તમામ પ્રક્રિયા પુર્ણ કરી હતી. જો કે, પલ્લી કોરોના ફેલાય નહીં તે રીતે સોશિયલ ડિસ્ટન્સથી કાઢવાનો નિર્ણય કરાયો હતો. પલ્લીમાં માત્ર 150 વ્યક્તિઓ જ જોડાયા હતા. પલ્લી દરમિયાન બહાર ગામના લોકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ પલ્લી નહીં નિકળે તો હજારો વર્ષની પરંપરા તૂટશે તેવો ભય હોવાથી ભક્તોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.

ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે પલ્લી કાઢવા માટે 50 વ્યક્તિઓની ટીમ તૈયાર કરાઈ હતી. આ ટીમ જ પલ્લી કાઢી હતી, અને ગામના 27 ચકલાઓમાં ફેરવવામાં આવી હતી. આ દરમિયાન અન્ય કોઈપણ ગ્રામજન પલ્લીમાં જોડાયા નહોતા. માત્ર 150 વ્યક્તિઓ જ પલ્લી કાઢી હતી અને ત્યારબાદ નીજ મંદિરે પરત ફરી હતી. હજારો વર્ષની પરંપરા તૂટે નહીં અને ભક્તોની આસ્થાને પણ ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો હતો. પલ્લીયાત્રા દરમિયાન ઘીનો અભિષેક પણ કરવામાં આવ્યો નહોતો. માત્ર દરેક ચકલે પલ્લીની જ્યોત બુજાય નહીં તે માટે દોઢ કિલો ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

રૂપાલની પલ્લીનો ઈતિહાસ… ચાલો જાણીએ આજે આ કથા વિશે…

શાસ્ત્રોમાં પણ માં વરદાયિનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો સંહાર કરવા વરદાયિની માતાની આરાધના કરી શસ્ત્રોનું વરદાન માંગ્યું હતું, ભગવાન રામે પણ રાવણનો સંહાર કરવા માં વરદાયિની પાસેથી શસ્ત્રો મેળવ્યા હતાં. તેમજ પાંડવોએ પણ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી તેમની રક્ષા માટે માં વરદાયિનીને પ્રાર્થના કરી હતી. આ કથા સાથે જ જોડાયેલી છે રૂપાલની પલ્લીનો ઈતિહાસ.

પાંડવોના ગુપ્તવાસ દરમિયાન રૂપાલના એક ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું. પાંડવોનો ગુપ્તવાસ પૂર્ણ કરી પરત આ સ્થાનકે આવ્યાં અને પોતાના શસ્ત્રો માંના સામિધ્યમાંથી પરત મેળવ્યા. શસ્ત્રો મેળવ્યા પછી પાંડવોએ આ સ્થળે યજ્ઞ કરી અને પાંચ દીવાની જ્યોતવાળી સોનાની પલ્લી માં સમક્ષ પધરાવી. આમ પલ્લીનો પ્રારંભ પાંડવોએ કર્યો હતો. પરંતુ કાળક્રમે અહિં સોનાની પલ્લીને બદલે ખીજડાના લાકડામાંથી બનેલી પલ્લી તૈયાર કરવામાં આવી. કારણ કે માંને ખીજડાનું ઝાડ અત્યંત પ્રિય છે.

માન્યતા એવી પણ છે કે સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવવા માટે પણ માના આશિર્વાદ લીધા હતા. માળવા જતાં રસ્તામાં રૂપાલમાં સિદ્ધરાજે યજ્ઞ કરી માતાજીની પંચધાતુની સુંદર મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપના કરી હતી. આ પલ્લી પર ઘી ચડાવવાની માનતા રાખનારની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તેથી પલ્લી પર ઘી ચડાવવાનો ખૂબ મહિમા છે. લોકોની માનતાનું ઘી પલ્લી પર ચડાવાય છે ઉપરાંત અન્ય ટ્રેકટર, તપેલાં અને કોઠીઓ ભરીને ઘી રાખેલું હોય છે તે ઘી પણ પલ્લી પર ચડાવવામાં આવે છે. પલ્લીના દિવસે રૂપાલ ગામમાં ઘીની નદીઓ ઉભરાય છે. આ ઘીનો લોકો વિવિધ રીતે ઉપયોગ પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here