દેશના પૂર્વ સોલિસિટર જનરલ (India’s former Solicitor General) હરીશ સાલ્વે (Harish Salve) લગ્ન બંધનમાં બંધાઇ નવી પ્રેક્ટિસ શરૂ કરવા જઇ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના જાણીતા વકીલ અને બ્રિટનમાં ક્વિન્સ કાઉન્સિલ (Queens Counsel ) છે. 65 વર્ષના સાલ્વે એ ગયા મહિને જ પોતાના 38 વર્ષના વૈવાહિક જીવનનો અંત લાવી પોતાની પત્ની મીનાક્ષી સાલ્વે (Meenakshi Salve)ને કાયદેસરના છૂટાછેડા આપી અલગ થઇ ગયા હતા. હરીશ સાલ્વે અને મીનાક્ષીની બે દીકરીઓ પણ છે. હરીશ સાલ્વે પોતાની મિત્ર કેરોલિન બ્રોસર્ડ (Caroline Brossard)ની સાથે 28 ઑક્ટોબરના લંડન (London)ના એક ચર્ચમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. બંનેના આ બીજા લગ્ન છે.

સાલ્વે પણ ધર્મ બદલીને હવે ઇસાઇ બની ચૂકયા છે. પોતાની થનાર પત્ની કેરોલીન સાથે તેઓ છેલ્લાં બે વર્ષથી નિયમિત રીતે ઉત્તર લંડન (North London)ના ચર્ચમાં જતા રહ્યા છે. હરિશ સાલ્વે અને કેરોલિન બંનેના આ બીજા લગ્ન છે. બંનેને અગાઉના લગ્નથી સંતાનો પણ છે. વ્યવસાયે કલાકાર કેરોલીન 56 વર્ષના છે અને એક દકીરીના માતા છે. હરીશ સાલ્વેની કેરોલીન સાથે મુલાકાત આર્ટ એક્ઝિબિશન (Art Exhibition)માં થઇ હતી. બંનેના વચ્ચે આ મુલાકાત ધીમે-ધીમે વધુ ગાઢ બનતી ગઇ.

સાલ્વે છૂટાછેડા બાદ લંડનમાં બાળકોથી દૂર રહેતા પણ કેરોલીન એ તેમને ભાવનાત્મક રીતે ખૂબ સંભાળ્યા. બંનેની વચ્ચે ખૂબ અંડરસ્ટેન્ડિંગ અને વાત આગળની જિંદગી એક સાથે પસાર કરવા સુધી પહોંચી.

ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે અને સાલ્વે બંને એ એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે. બંને મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં અભ્યાસ કરતા હતા. 1976મા સાલ્વે દિલ્હી આવ્યા અને બોબડે મુંબઇ હાઇકોર્ટ. બાદમાં બોબડે હાઇકોર્ટમાં જજ બની ગયા અને સાલ્વે સિનિયર એડવોકેટ અને પછી સોલિસિટર જનરલ.

હરીશ સાલ્વે શરૂઆતથી જ પોતાની પ્રતિભાને લીધે જાણીતા વકીલ રહ્યા છે. આ જ કારણ છે કે તેમને ભારત સરકારે સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કર્યા હતા. સાલ્વે કુલભૂષણ જાધવ સહિત કેટલાંય આંતરરાષ્ટ્રીય બાબતમાં ભારત સરકારની પેરવી કરીને દેશને ગૌરવિંત કરી ચૂકયા છે. ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી દિવંગત સુષ્મા સ્વરાજના આગ્રહ પર તેમણે આ કેસની સુનવણી માટે માત્ર એક રૂપિયો જ ફી લીધી હતી.

દેશ-દુનિયાના જાણીતા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ વોડાફોન, રિલાયન્સ, મુકેશ અંબાણી, રતન ટાટા જેવા મોટા નામોના કાયદાકીય બાબતોના કોર્ટમાં પેરવી સાલ્વે એ જ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here