પ્રથમ તબક્કામાં ધોરણ 9થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. આ પછી પ્રાથમિક શાળાઓ અંગે પણ નિર્ણય કરાશે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજો હજુ સુધી નિયમિત રીતે શરૂ થઈ નથી. ત્યારે રાજ્યમાં માર્ચ મહિનાથી બંધ પડેલી શાળાઓ દિવાળી પછી એટલે કે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કે પછી ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં શરૂ થાય તેવી શક્યતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કરી છે. તેમણે ભૂજ ખાતે શાળાઓ ખુલવાને લઈને શક્યતાઓ વ્યક્ત કરી હતી.

ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ધોરણ 9થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. આ પછી પ્રાથમિક શાળાઓ અંગે પણ નિર્ણય કરાશે. ગુજરાત સરકારાના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષણવિદો અને વાલીઓના મંતવ્યો લેવાયા છે. હવે તેના આધારે નિર્ણય લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here