તહેવારની સિઝનમાં કેન્દ્ર સરકારે 2 કરોડ સુધીના લોન પર વ્યાજ પર વ્યાજ માફ કરવાની જાહેરાત કરી છે. આમાં લોન મોરેટોરિયમ લાભ લેવા અથવા ન લેવાથી કોઈ ફર્ક નથી પડતો. સરકારની આ સ્કિમનો લાભ તમામ લોકન લેનારાઓને મળશે. એક અંદાજ મુજબ આનાથી સરકારન ખજાનામાંથી લગભગ 6500 કરોડનું ભારણ વધ્યું છે. આમાં 1 માર્ચથી લઈને 31 ઓગસ્ટ 2020ની વચ્ચે કાર્ડથી માંડીને અનેક લોન અકાઉન્ટનો સમાવેશ થાય છે.

  • તમારે ઈન્ટ્રેસ્ટની સાથે સાથે પેનલ્ટી પણ ભરવાની રહેશે
  •  100 ટકા મિનિમમ અકાઉન્ટ જરુર ચૂકવી દેવામાં આવે તો સારુ
  •  તમને ઈન્ટ્રેસ્ટ ફ્રી પીરિયડનો લાભ નહીં મળે

જો તમને ડ્યૂ ડેટ પર પેમેન્ટ નથી કરી રહ્યા તો તમે મિનિમમ પેમેન્ટથી કામ ચલાવી શકો છો. જોકે કેટલાક ચાર્જ અલગથી ભરવાના રહેશે. એક ટ્રાન્જેક્શન પર તમારે ત્યાં સુધી વ્યાજ ભરવાનું રહેશે જ્યાં સુધી તે સંપૂર્ણ પુરુ ન થઈ જાય. આ ઉપરાંત અનેક પ્રકારના ચાર્જિસ લાગે છે. તેવામાં તમે જો ડ્યૂ ડેટ બાદ પેમેન્ટ કરવા અંગે વિચારો છો તો સમજી લો કે અનેક ચાર્જીસ ભરવા પડશે. તેમજ મળનારા અનેક ફાયદાથી પણ તમે બાકાત રહેશો.

જો તમે ડ્યૂ ડેટ સુધી ફુલ પેમેન્ટ નથી કરતા તો તમારે ઈન્ટ્રેસ્ટની સાથે સાથે પેનલ્ટી પણ ભરવાની રહેશે.  એટલું જ નહીં, તમને ઈન્ટ્રેસ્ટ ફ્રી પીરિયડનો લાભ નહીં મળે. ત્યારે પ્રયાસ કરો કે ડ્યૂ ડેટ પર બિલ ભરી દેવાય. એવું શક્ય ન હોય તો 100 ટકા મિનિમમ અકાઉન્ટ જરુર ચૂકવી દેવામાં આવે.

 આ તમારા કામનું

  • આ યોજના હેઠળ લોન આપનારી સંસ્થા લોન અકાઉન્ટમાં સંચયી વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચે અંતર મોકલશે. આ લોન મોરેટોરિયમના 6 મહિના માટે અવધિ માટે રહેશે.
  • MSME, એજ્યુકેશન હાઉસિંગ ડ્યૂરેબલ, ક્રેડિટ કાર્ડ ખરીદી, ઓટો, પર્સનલ અને કન્ઝપ્શન લોનને આ સ્કીમના ઘેરામાં સામિલ કરાયા છે.
  • ક્રેડિટ કાર્ડના બાકી પર, વ્યાજ દર 1 માર્ચ 2020થી 31 ઓગસ્ટ 2020ના સમય દરમિયાન પોતાના ગ્રાહકોને ઈએમઆઈ આધાર પર નાણાનીલેવડ દેવડ માટે કાર્ડ જારી કર્તા દ્વારા ભારે વેટેજ એવરેજ લેન્ડિંગ રેટ (WALR) રહેશે.
  • ક્રેડિટ કાર્ડ સહિત અન્ય તમામ યોગ્ય લોન પર 29 ફેબ્રુઆરી 2020 સુધી બાકી રકમના વ્યાજની ગણતરી કરવામાં આવશે
  • જે લોન અકાઉન્ટ લોન મોરેટોરિયમની 6 મહિનાની અવધિમાં જ બંધ થઈ ગયો છે. તેમના માટે ક્રેડિટિંગ સમય 1 માર્ચથી લઈ એ દિવસ સુધી હશે. જે દિવસે લોન અકાઉન્ટ બંધ થઈ જશે.
  • વ્યાજની ગણતરી કરતા સમયે પ્રતિપૂર્તિ કરવાના સમય દરમિયાન લોન અકાઉન્ટમાં થયેલા પુર્નચૂકવણીને નજરઅંદાજ કરી દેવાશે.
  • રકમ જમા કર્યા બાદ લોન આપનારી સંસ્થાઓ કેન્દ્ર સરકાર પાસે પ્રતિપૂર્તિ દાવા કરશે. વ્યાજ ચૂકવણીને માફ કરવા માટે શનિવારે 5 નવેમ્બરે સમય સીમા નક્કી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here