આજથી GTU દ્વારા મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની GTUએ તક આપી છે. રાજ્યના 32 કેન્દ્ર પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે

અમદાવાદ: આજથી GTU દ્વારા મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની GTUએ તક આપી છે. રાજ્યના 32 કેન્દ્ર પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે. અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં 400 ડિગ્રી અને 200 ડિપ્લોમા એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે.

કેટલાક વિદ્યાર્થીઓની 3 નવેમ્બરે પણ પરીક્ષાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના કારણે 3 તારીખની પરીક્ષા મોકૂફ રખાઈ છે. જ્યારે અન્ય તમામ પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે. GTUએ એકથી સાત સેમેસ્ટરના ડિગ્રી એન્જિનિયરિંગમાં 2 લાખ 60 હજાર અને ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 લાખ 71 હજાર વિદ્યાર્થીઓને મેરીટ બેઝ માસ પ્રમોશન આપ્યું હતું.

ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે UGCની ગાઈડલાઈન મુજબ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સિવાય અન્ય વિદ્યાર્થીઓને મેરીટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીએ રાજ્યની પ્રથમ એવી યુનિવર્સીટી કે જે મેરીટ બેઝ માસ પ્રમોટ કરાયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here