જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ના તિરંગા વાળા નિવેદનને લઈ ખળભળાટ મચી ગયો છે. મહેબૂબાના આ નિવેદન પર ભાજપ આક્રમક બની ગઇ છે. મહેબૂબાના નિવેદનનો વિરોધ કરતાં ભાજપે સોમવારે શ્રીનગર (Srinagar)ના કુપવાડા સુધી તિરંગા યાત્રા કાઢી હતી. તેના અંતર્ગત કુપવાડાના ભાજપના કાર્યકર્તા શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક (Lal Chowk) પહોંચ્યા અને તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાલ ચોકના ક્લોક ટાવર પર કુપવાડાના ભાજપ કાર્યકર્તા પહોંચ્યાં કે તરત જ પોલીસે તેમને પકડી લીધા હતા. તેમની સાથે ચાર ભાજપ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવાઇ હતી.

 મહેબૂબાના નિવેદન પર એટલો હોબાળો થયો કે જમ્મુમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પીડીપી ઓફિસ પર તિરંગો લહેરાવ્યો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા

થોડાંક દિવસ પહેલાં મહેબુબા મુફ્તીએ કહ્યું હતુ કે જ્યાં સુધી કાશ્મીરમાં ફરી 370 નથી લાગતી ત્યાં સુધી જમ્મુ કાશ્મીરનો ઝંડો પાછો નથી મળી જતો ત્યાં સુધી તિરંગો નહીં પકડે.

આની પહેલા રવિવારે ભાજપના વિદ્યાર્થી સંગઠન (ABVP)ના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય ધ્વજ પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને મુફ્તીની વિરુદ્ધ જમ્મુમાં પીડીપી કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યુ હતુ. આજે પ્રદર્શનનો બીજો દિવસ છે. જમ્મુમાં પીડીપીની ઓફિસ પર કેટલાક યુવાઓ તિંરગો ફેલાવી રહ્યા હતા. આ દરમિયાન મહેબુબાની વિરુદ્ધ નારે બાજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે મહેબૂબા મુફ્તી તાજેતરમાં જ નજરકેદમાંથી છૂટ્યા છે. ત્યારબાદથી ઘાટીમાં રાજકીય હલચલ વધી ગઇ છે. મહેબૂબા મુફ્તીએ તાજેતરમાં કહ્યું હતું કે હું જમ્મુ કાશ્મીર સિવાય બીજો કોઈ ઝંડો પકડીશ નહીં, મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જે સમયે અમારો ઝંડો પાછો મળશે. તે સમયે ઝંડા (તિરંગા)ને પણ ઉઠાવીશું. પણ જ્યાં સુધી અમારો ઝંડો કે જેને ડાકુઓએ ડાકમાં લીધો છે. ત્યાં સુધી અમે કોઈ પણ ઝંડાને હાથમાં નહીં લઈએ. પીડીપી, નેશનલ કોન્ફેન્સ સહિત અનેક પાર્ટીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધ મોર્ચો માંડી ફરી 370 લગાવવાની ફિરાકમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here