કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ રવિવારે કહ્યું કે દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભાજપ દ્વારા બિહારમાં લોકોને કોવિડ-19 રસી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ વિપક્ષના દળોએ સત્તારૂઢ એનડીએ પર મહામારીમાં રાજનીતિનો લાભ લેવાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કારણ કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે.

પેટાચૂંટણીની સભાને સંબોધન કર્યાં બાદ આપ્યું વિવાદીત નિવેદન
બાલાસોરમાં ત્રણ નવેમ્બરે થનારી પેટાચૂંટણી માટે એક સભાને સંબોધન કર્યાં બાદ સારંગીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, તમામ લોકોને કોવિડ-19ની રશી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિની રસી પર આશરે 500 રૂપિયાનો ખર્ચ થશે. આ પહેલા ઓડિશા સરકારના મંત્રી આરપી સ્વૈનએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી પર હૂમલો કરતા કહ્યું હતું કે, કોવિડ-19ની રસી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવા મુદ્દે જવાબ માગ્યો હતો. જે બાદ સારંગીએ આ દાવો કર્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું હતું નિશાન
તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બિહારમાં કોરોના વાયરસની રસી ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા માટે ભાજપની ચૂંટણી રાજરમત ઉપર હૂમલો કર્યો હતો. અને કહ્યું હતું કે બીજા રાજ્યોના લોકો બાંગ્લાદેશ કે કઝાકીસ્તાનથી આવ્યાં છે ? ઠાકરેએ દાદરના સાવરકર હોલમાં આોજીત શિવસેનાની વાર્ષિક દશેરા રેલીને સંબોધન કર્યું હતું. આ વખતે કોરોના વાયરસના નિયમોના કારાણે દર વર્ષની જેમ શિવાજી પાર્કમાં આ આયોજન કરવામાં આવ્યું ન હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તમે બિહારમાં લોકોને કોવિડ-19ની રસી ફ્રીમાં આપવાનું વચન આપો છો તો શું બીજા રાજ્યોના લોકો બાંગ્લાદેશ કે કઝાકીસ્તાનમાંથી આવ્યાં છે ? આવી વાત કરી રહેલા લોકોને પોતાના ઉપર શરમ આવવી જોઈએ. તમે કેન્દ્રમાં બેસ્યાં છો.