રાધિકા આપ્ટે હવે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોનો જાણીતો ચહેરો બની ગઈ છે, પરંતુ હવે રાધિકા ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે. બીજી તરફ, ઓટીટીથી પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેતા વિક્રાંત મેસીનો જલવો પણ કાયમ છે. હાલમાં જ રાધિકા અને મેસી ઘણાં મુદ્દાઓ પર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, મેસીએ રાધિકાને એવો સવાલ પૂછ્યો, જેનો જવાબ રાધિકાએ મજેદાર રીતે આપ્યો.

  • રાધિકા આપ્ટે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોનો જાણીતો ચહેરો બની ગઈ છે
  • રાધિકા ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે
  • હાલમાં જ રાધિકાએ વીઝા માટે લગ્નને લઈને ખુલાસો કર્યો

રાધિકાએ વિઝા માટે લગ્ન કર્યા?

રાધિકા આપ્ટેએ લંડનના મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યાં હતાં અને લગ્ન પહેલાં બંને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પણ હતા. એવામાં વાતચીત દરમિયાન મેસીએ રાધિકાને પૂછ્યું કે તમે ક્યારે લગ્ન કર્યાં? આ સવાલનો જવાબ આપતા રાધિકાએ કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે લગ્ન કરીને સરળતાથી વિઝા મળી શકે છે. તેણે વધુમાં કહ્યું કે તે લગ્નની સમર્થક નહોતી, પરંતુ વિઝા એક મોટી સમસ્યા છે અને તે બંને સાથે રહેવા માંગતા હતા.

મેસીએ રાધિકાને અન્ય એક સવાલ પૂછ્યો કે તે ક્યાં છે. તો તેના જવાબમાં રાધિકાએ કહ્યું કે તે હાલમાં લંડનમાં છે અને તેણે નક્કી કર્યું છે કે તે આ વર્ષે કામ નહીં કરે. તમને જણાવી દઈએ કે, રાધિકાએ માત્ર બોલિવૂડના ટોચના અભિનેતાઓ સાથે જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here