ફિલ્મ નિર્દેશક અને અભિનેતા અનુરાગ કશ્યપ પર કથિત યૌન શોષણનો આરોપ લગાવનારી ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં શામેલ થઈ છે. શામિલ થયા બાદ તેણે આરપીઆઈની મહિલા શાખાના ઉપાધ્યક્ષના રૂપમાં વરણી કરવામાં આવી છે. આ તકે કેન્દ્રીય મંત્રીએ કહ્યું જેણે અનુરાગને કર્યો ઘાયલ તે છે પાયલ.

MAHARASHTRA: ACTOR PAYAL GHOSH JOINS UNION MINISTER RAMDAS ATHAWALE-LED REPUBLICAN PARTY OF INDIA (A), IN MUMBAI.

SHE HAS BEEN NAMED AS THE VICE PRESIDENT OF WOMEN’S WING OF RPI (A). PIC.TWITTER.COM/SLRLOKTJWV— ANI (@ANI) OCTOBER 26, 2020

અનુરાગ કશ્યપ પર લગાવ્યો હતો મીટુ નો આરોપ

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર મી ટુનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તેણે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. જો કે, કશ્યપે આ આરોપોનું ખંડન કર્યું હતું.

અઠાવલેએ કર્યો હતો સપોર્ટ

કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી અને આરપીઆઈ અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પાયલ ઘોષને મીટુ મામલે સમર્થન કર્યો હતો. તેણે અભિનેત્રી સાથે મુલાકાત કરી હતી. માત્ર એટલું જ નહીં તેણે ઘોષની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પણ મુલાકાત કરી હતી. જ્યાં પાયલે પોતાની સુરક્ષા અને ન્યાયની માગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here