કોરોના મહામારી વચ્ચે હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના વ્હીકલમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના વ્હીકલમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ગત મહિને ભારતમાં પેસેન્જર વ્હીકલના વેચાણમાં વધારો થયો છે. આ સંજોગોમાં જો તમે પણ બાઇક્સ ખરીદવાની યોજના બનાવી રહ્યો હો તો 60 હજારથી ઓછી કિંમતની કેટલીક શાનદાર બાઇક બજારમાં ઉપલબ્ધ છે. જે  સારી માઇલેજ આપે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો છે.

Bajaj CT 100

આ બાઇક બે વેરિયન્ટમાં મળે છે. કિંમતની વાત કરીએ તો CT100 KS ALLOY વર્ઝનની કિંમત 43,994 રૂપિયા છે. જ્યારે CT100 ES ALLOYની કિંમત 51,674 રૂપિયા છે. એન્ટ્રી લેવલ સેગમેંટમાં આ સારી બાઇક તરીકે ઓળખાય છે. બાઇકનું એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. બાઇકની ડિઝાઇન સિમ્પલ છે. તેની સીટ સોફ્ટ અને લાંબી છે. તેથી લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગ કરી શકાય છે.

Hero HF Deluxe

હીરો મોટોકોર્પની HF Deluxe પાંચ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 49 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેમાં BS6 97.2 ccનું એન્જિન લાગેલું છે. 8000 rpm  પર 7.94 bhpનો પાવર ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.

TVS Radeon

આ બાઇકને ખાસ કરીને નાના શહેરો અને ગામડાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે.બાઇકની કિંમત 58 હજાર રૂપિયાથી લઈ 65 હજાર રૂપિયા વચ્ચે છે. તેની સીટ સોફ્ટ અને આરામદાયક છે. આ કારણે બાઇક પર લાંબા અંતરની મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી. એન્જિનની વાત કરીએ તો બાઇકમાં 109.7 સીસીનું ડ્યૂરા-લાઇફ એન્જિન આપવામાં આવ્યું છે. જે 9.5 બીએચપીનો પાવર અને 8.7 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

Hero Splendor Plus

હીરોની સ્પલેંડર સીરિઝ વર્ષોથી લોકોના દિલમાં છવાયેલી છે. જો તમારું બજેટ 60 હજાર આસપાસ છે તો તેમાં થોડો વધારો કરીને આ બાઇક ખરીદી શકો છો. માર્કેટમાં આ બાઇક ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ બાઇકના કિક સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 60,500 રૂપિયા, સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 62,800 રૂપિયા અને સ્પ્લેંડર પ્લસ સેલ્ફ સ્ટાર્ટ i3S વેરિયન્ટનો ભાવ 64,010 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here