હેર, સ્કિન કે ડાયટમાં નારિયેળ તેલનો ઉપયોગ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. નારિયેળ તેલમાં રસોઈ કરવાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે. કબજીયાત અને પેટ સંબંધિત અન્ય બિમારીઓમાં પણ નારિયેળ ફાયદાકારક છે. પરંતુ લોકો બજારમાં મળતાં કેમિકલવાળા નારિયેળ તેલનો ઉપયોગ કરે છે, જેનાથી કોઈ ફાયદો થતો નથી. પણ તમે એકદમ સરળતાથી ઘરે જ ચોખ્ખું અને સસ્તું નારિયેળ તેલ બનાવી શકો છો. તો ચાલો જાણી લો.

  • નારિયેળ તેલના અનેક ફાયદા છે
  • સ્કિન અને વાળથી લઈને ડાયટમાં પણ તેનો ઉપયોગ કરો
  • ઘરે જ સરળતાથી બનાવો નારિયેળ તેલ

આ રીતે બનાવો

સૌથી પહેલાં 5 નારિયેળ લઈ તેની અંદરનું પાણી કાઢી ધોઈને તેને છીણી લો. હવે મિક્સર જારમાં લઈને 1 કપ પાણી એડ કરી પીસી લો. જેટલીવાર પીસો એટલીવાર પાણી એડ કરો અને છેલ્લે સુતરાઉ કપડાથી તેને બરાબર નિચોવીને ગાળી લો. હવે 5 નારિયેળનું દૂધ મળી જશે. પછી તેને 5 કલાક માટે ફ્રીઝમાં મૂકી દો. પાંચ કલાક બાદ દૂધ ઘટ્ટ થઈ જશે અને તેની ઉપર મલાઈની પરત જામી ગઈ હશે. તેને એક અન્ય વાસણમાં કાઢી લો. હવે બચેલા પાતળા દૂધનો તમે વિવિધ શાકમાં ઉપયોગ કરી શકો છો. હવે જે મલાઈ કાઢી હતી તેને એક પેનમાં લઈને મીડિયમ ફ્લેમ પર સતત હલાવો. બોઈલ આવે અને ગોલ્ડન બ્રાઉન દેખાય એટલે તેમાંથી ધીરે ધીરે તેલ છૂટું થતાં દેખાશે. પછી ગેસ બંદ કરી દો. હવે એક અન્ય વાસણમાં તેને ગાળી લો. બસ તૈયાર છે ઘરનું ચોખ્ખું અને ફ્રેશ કોકોનટ ઓઈલ.

ફાયદા 

  • નારિયેળ તેલથી હાર્ટથી લઈને પાચન સંબંધિત બિમારીઓથી રક્ષણ મળે છે.
  • નારિયેળ તેલ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, તેમ જ શરદી-ખાંસી જેવી વાયરલ બિમારીઓથી રક્ષણ આપે છે.
  • નારિયેળ તેલમાં રસોઈ કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે. કબજીયાત અને પેટ સંબંધિત અન્ય બિમારીઓમાં પણ નારિયેળ ફાયદાકારક છે.
  • નારિયેળ તેલનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત રહે છે. નારિયેળ તેલથી રસોઈ કરવામાં આવતા ભોજનમાં મેગ્નેશ્યિમ અને કેલ્શિયમનું પ્રમાણ વધે છે.
  • નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઈન્ફ્લામેટરી તત્વ હોય છે.
  • દક્ષિણ ભારતમાં નારિયેળના તેલમાં જ રસોઈ કરવામાં આવે છે. જો તમને પણ ફીટ રહેવું હોય તો તમારા ડાયટમાં નારિયેળ તેલ ખાઓ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here