ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે આજે ગુજરાત કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)ની જાહેરસભા યોજવામાં આવી હતી. અહીં ગઢડાના કોંગ્રેસ ઉમેદવાર મોહન સોલંકી (Mohan Solanki)ચૂંટણી લડી રહ્યા છે. આ જાહેરસભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. ભાવનગર (bhavnagar) વલ્લભીપુરમાં અમિત ચાવડા(Amit Chavda)એ મુલાકાતમાં જણાવ્યું હતું કે, વિજય રૂપાણી (Vijay Rupani)એ કપરાડામા કોંગ્રેસ તૂટી રહી છે તેવુ ભલે કહે પરંતુ પેટાચૂંટણી બાદ મુખ્યમંત્રીની ખુરશી રહેશે કે નહીં તે જ એક સવાલ છે. કેમ કે ભાજપ (BJP)માં ભાઉ ભાઈને ખતમ કરવા નીકળ્યા છે. પેટા ચૂંટણી બાદ સરકાર મા મોટી નવા જૂની થવાની છે.

તેમને એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યને ઓછા પૈસા (ગ્રાન્ટ) આપવાના મામલે અમિત ચાવડાએ કહ્યું, ભાજપ સરકાર ભેદભાવની ભાવના રાખે છે. એ વાત હવે ભાજપના જ મંત્રીઓ જાહેરમાં કહી રહ્યા છે આથી ભાજપ હવે ખુલ્લું પડી ગયું છે. મગફળીના ટેકાના ભાવના મુદ્દે જણાવ્યું કે, ખેડૂતોને ખેત પેદાશના પૂરતા ભાવ મળતા નથી અને ખેડૂત હેરાન પરેશાન છે.

કોંગ્રેસના કોફિનને દફન કરવાનું છે: વિજય રૂપાણી

ઉલ્લેખનિય છે કે, કપરાડામાં સીએમ વિજય રૂપાણીએ પોતાના ભાષણમાં મોટું નિવેદન આપી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને આડકતરી રીતે ચૂંટણી પછી કોંગ્રેસ વધુ તૂટવાની હોવાનું જણાવતા રાજકીય માહોલ ગરમાયો છે. સીએમે જણાવ્યું કે, કોંગ્રેસના કોફિનને દફન કરવાનું છે. કોંગ્રેસને કાયમ માટે દફનાવવાની છે. દેશભરમાં કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે, તેમની પાસે હાલ કોઈ મુદ્દો નથી, જેના કારણે તેઓ આક્ષેપબાજી કરીને ભાજપને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે.

રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે પોતાના ભાષણ વખતે તેઓએ લોકોને સંબોધતા સ્વીકાર કર્યું હતું કે, જીતુભાઈ ચૌધરી અત્યારના ભાજપના ઉમેદવાર છે. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. ત્યારે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા. એ વખતે જીતુભાઈને ઓછી ગ્રાન્ટ આપતાં હતાં. આથી વિકાસમાં આ વિસ્તારમાં વિકાસ ઓછો થતો હતો. જોકે હવે તેઓ ભાજપમાં આવી ગયા છે. આથી હવે કપરાડા વિસ્તારનો વિકાસ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here