કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં ત્રીજું રાહત પેકેજની જાહેરાત કરે તેવી શક્યતા છે. જો કે આ વખતે સરકાર સીધા શહેરી રોજગાર યોજનાઓમાં રૂપિયા ખર્ચ કરવાના બદલે તેની સાથે જોડાયેલી કંપનીઓમાં રૂપિયા ખર્ચ કરી શકે છે. સરકાર એ ઈન્ડસ્ટ્રી માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે જેની પર કોરોના મહામારીનો સૌથી વધુ ફટકો પડ્યો છે. આ પેકેજને આધારે સરકાર અર્બન પ્રોજેક્ટ્સની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને વેગ આપી શકે છે. પ્રોડક્શન લિંક્ડ ઈસેંટિવ્સને વિસ્તાર માટે મદદ કરાશે. આ સિવાય હોસ્પિટિલિટી અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને માટે સીધી મદદ કરી શકાશે.

  • કેન્દ્ર સરકાર જલ્દી જાહેર કરી શકે છે ત્રીજું રાહત પેકેજ
  • દિવાળી પહેલાં જાહેર થઈ શકે છે રાહત પેરેજ
  • નોકરીઓ અને ઈન્ડસ્ટ્રીઝ પર રહેશે ફોકસ
     

સરકારી કંપનીઓમાં રોકાણથી વધશે રોજગારના અવસર

કેન્દ્ર સરકાર કોરોના સંકટથી દેશના અર્થતંત્રને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. આ  પ્રયાસમાં સરકાર હાલમાં ત્રીજા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે. અગાઉ, માર્ચ 2020ના અંતમાં લોકડાઉન શરૂ થયા પછી સરકારે પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી હતી. જોકે, સરકારે હવે શહેરી રોજગાર યોજનાના પ્રસ્તાવમાં રોકાણ ટાળ્યું છે. આ કિસ્સામાં પોલીસી મેકર્સે જણાવ્યું હતું કે શહેરી પ્રોજેક્ટ્સથી સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારની કંપનીઓમાં રોકાણ કરવાથી રોજગારની તકો પણ વધશે. આ કારણે કોઈ અલગ યોજનામાં નાણાંનું રોકાણ કરવાની જરૂર નથી.


સરકારે પેકેજ માટે 20-25 યોજનાઓ પસંદ કરી છે
 સરકારનું ફોકસ ટીયર-1થી ટીયર -4 સુધીની પરિયોજનાઓ પર રહેશે. તેમાં રોકાણ વધારીને નવા અવસર તૈયાર કરાશે. સરકારે આ વખતે રાહત પેકેજ માટે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનથી 20-24 યોજનાઓ પસંદ કરી છે. તેમાં કેપિટલ રકમ વધારાશે. આ કેસમાં અધિકારીએ કહ્યું કે નવી મુંબઈ અને ગ્રેટર નોઈડામાં બની રહેલું એરપોર્ટ પણ સામેલ છે. 

FM સીતારમણે માંગ વધારવા કરી અનેક જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મહિનાની શરૂઆતમાં માંગ વધારવા માટે અનેક જાહેરાત કરી છે. કોરોના સંક્રમણ શરૂ થયા બાદ તે સરકાર તરફથી ત્રીજું પેકેજ હશે. માર્ચ 2020માં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે 1.70 લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. જેથી સંકટમાં ગરીબોની મદદ કરી શકાય. મે 2020માં 20.97 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. હાલમાં નાણાંમંત્રી સીતારમણે મોટી સરકારી કંપનીઓની પૂંજીગત ખર્ચ વધારવા માટે ડિસેમ્બર 2020 સુધી 75 ટકા ખર્ચ કરવા કહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here