આ વિસ્ફોટ પેશાવરની દીર કોલોનીમાં આવેલી મદરેસા પાસે થયો. ભોગ બનેલામાં બાળકો અને મદરેસાના ઈન્સ્ટ્રક્ટર્સ સામેલ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં ક્લાસિસ ચાલુ હતા.

નવી દિલ્હી: પાકિસ્તાનના પેશાવરમાં દીર કોલોનીમાં આવેલી એક મદરેસા પાસે ભયંકર વિસ્ફોટ થયો છે. અમારી સહયોગી વેબસાઈટ ના અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 70 જેટલા બાળકો ઘાયલ થયા છે. 

મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ પેશાવરની દીર કોલોનીમાં આવેલી મદરેસા પાસે થયો. ભોગ બનેલામાં બાળકો અને મદરેસાના ઈન્સ્ટ્રક્ટર્સ સામેલ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં ક્લાસિસ ચાલુ હતા. ઘાયલોને સારવાર અર્થે લેડી રિડિંગ હોસ્પિટલ અને અન્ય મેડિકલ ફેસિલિટીમાં ખસેડાયા છે. ઘાયલોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

પોલીસ અને બચાવ દળની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. અત્રે જણાવવાનું કે ગત મહિને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના નૌશેરાના અકબરપુરામાં થયેલા વિસ્ફોટમાં 5 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here