આપણા બારણે શિયાળાએ ટકોરા મારી દીધા છે.સવાર સવારમાં ફૂલ ગુલાબી ઠંડીની અનુભૂતી થઇ રહી છે. જો કે ઠંડીમાં શરદી અને ગળામાં દુ: ખાવો જેવી સમસ્યાઓ પણ લાવશે, અને કોરોના વાયરસનો રોગચાળો પહેલેથી જ ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોને હેરાન કરી રહ્યો છે, તેથી આ સિઝનમાં ખૂબ સાવધ રહેવાની જરૂર છે.

લોકોએ આ સીઝનમાં આવી ચીજોનું સેવન કરવું જોઈએ, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે અને રોગોથી બચાવશે. તમે ઠંડીમાં ભરપુર પ્રમાણમાં ખજૂર તમારા આહારમાં ઉમેરી શકો છો, તે વધુ સારું રહેશે. ખજૂર વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ચાલો જાણીએ ખજૂર સેવન કરવાના ફાયદાઓ વિશે …ADVERTISEMENT

વધતા વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ ખજૂર ખાવો જોઈએ. દૂધ સાથે દરરોજ ખજૂર ખાવાથી હાડકા મજબુત બને છે. શરીરમાં રહેલી હિમોગ્લોબીનની ઊણપ ને પણ તે દૂર કરે છે. જે લોકો કમજોરી અનુભવતા હોય તે લોકોએ દરરોજ ખજૂરનું સેવન કરવું જોઈએ.

ખજૂરમાં પૌષ્ટિક તત્વોનો ખુબ જ મોટો ખજાનો છે. સ્વાસ્થ્ય વર્ધક ખજૂર ખાવાથી ઘણાં બંધા ફાયદા થાય છે. ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવામાં ઉત્તમ છે.

ખજૂરમાં ગ્લૂકોઝ વધારે પ્રમાણમાં હોય છે.એવામાં તેનાથી બોડીને એનર્જી મળે છે. દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે. જેનાથી ત્વચામાં ચમક આવે છે. દૂધ અને ખજૂરમા રહેલા આર્યન લોહીની ઉણપને એટલે કે એનીમીયાથી બચવામાં કારગર રહે છે.

જુના કબજિયાતની તકલીફ ને દૂર કરવા માટે પણ ખજૂર એક ઉત્તમ ઈલાજ છે. તેમાં મળી આવતા વિટામિન અને મિનરલ્સ ના કારણે તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here