ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેમનું આજે સવારે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. જેમની સારવાર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. યુએન મહેતા હોસ્પિટલનાં પ્રવક્તાએ તેમના મોતનાં સમાચાર આપ્યા હતા. 25 ઓક્ટોબરે ગુજરાતના પ્રખ્યાત કલાકાર અને સંગીતકાર મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન થયું હતું. લાંબી માંદગી બાદ તેઓએ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધી હતા. મહેશ કનોડિયા ગુજરાતના પ્રખ્યાત એક્ટર નરેશ કનોડિયાના ભાઈ છે. મહેશ કનોડિયા પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં ગીતો ગાઈ શકતા હતા. આ ઉપરાંત તેઓ પાટણના સાસંદ પણ રહી ચૂક્યા હતા.

1943માં કનોડા ગામમાં થયો હતો નરેશ કનોડિયાનો જન્મ

80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયા નામ જાણીતું હતું. તેમને ગુજરાતી સિનેમાના ‘રજનીકાંત’ પણ કહેવામાં આવે છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. નરેશ કનોડિયાએ 1970માં આવેલી ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો. 1980 અને 1990ના દાયકામાં તેઓ ગુજરાતી સિનેમામાં રાજ કરતા હતા. અત્યારે તેઓ પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે.

20 ઓગસ્ટ ૧૯૪૩ના રોજ મહેસાણાના કનોડા ગામે જન્મેલ નરેશ કનોડિયાએ નાની ઉંમરે જ ભાઇ મહેશ કનોડિયા સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. સ્ટેજ સિંગર તેમજ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં ‘વેલીને આવ્યા ફૂલ’ પ્રથમ ફિલ્મ હતી. કુલ ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો છે. અંદાજે ૪૦ વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પાથર્યા અભિનયના ઓજસ. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે સુપ્રસિદ્ધ નરેશ કનોડિયાએ ટોચની અભિનેત્રીઓ સ્નેહલતા, રોમા માણેક અને અરૂણા ઇરાની સાથે જોડી જમાવી હતી. તેમણે ૧૯૮૦-૯૦ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર અને ફિરોઝ ઇરાની સાથે કામ કર્યુ છે. અભિનેતા ઉપરાંત ગાયક અને સંગીતકાર તરીકે પણ મેળવી અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી છે. મોટા ભાઇ મહેશ કનોડિયા સાથે મળીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતુ. ગુજરાતી ફિલ્મજગતમાં મહેશ-નરેશની જોડી વિખ્યાત છે. વિદેશમાં સ્ટેજ-શો કરનારી મહેશ-નરેશની પ્રથમ ગુજરાતી જોડી હતી. ૨૦૦૨-૦૭ દરમિયાન કરજણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

નરેશ કનોડિયાની સુપરહિટ ફિલ્મો

 • હિરણને કાંઠે
 • મેરૂ માલણ
 • ઢોલામારુ
 • મોતી વેરાણા ચોકમાં
 • પાલવડે બાંધી પ્રીત
 • પરદેશી મણિયારો
 • વણઝારી વાવ
 • તમે રે ચંપો ને અમે કેળ
 • જાડે રહેજા રાજ
 • પારસ પદમણી
 • કાળજાનો કટકો
 • બેની હું તો બાર બાર વરસે આવીયો
 • વટ, વચન ને વેર
 • લાડી લાખની સાયબો સવા લાખનો

એક ઇન્ટરવ્યુમાં નરેશ કનોડીયાએ કહ્યુ હતું કે અમે ભલે અલગ અલગ સમયે જન્મ્યા હોઇએ પણ અમે એકબીજા થી એટલા જોડાયેલા છીએ કે મહેશભાઇ ને શરદી થાય તો મને પણ થાય. એમનું ગળું ખરાબ થાય તો મારું પણ થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ. અને આજે વિદાય પણ લગભગ સાથે જ થયા.

મહેશ કનોડિયાએ ફિલ્મોમાં આપ્યુ છે સંગીત

ઢોલીવૂડમાં મહેશ-નરેશ ના નામથી આ બંને ભાઈઓ ની જોડી ખૂબ પ્રખ્યાત હતી. મહેશ કનોડિયા પોતાના અવાજ માટે ખૂબ જાણીતા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે જ્યારે ખાસ કરીને મહિલા ના અવાજમાં તેમના ગીતોને કારણે તેમણે ભારે લોકપ્રિયતા મળી હતી. મહેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામા કનોડ ગામમાં થયો હતો. ચાર ભાઈ, ત્રણ બહેનો અને માતા પિતા સાથે એક ઓરડીમાં વસવાટ કરતા હતા. ગુજરાતી ફિલ્મો ઉપરાંત મહેશ કનોડિયાએ ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દિગ્ગજોએ ગાયેલાં છે.

નરેશ કનોડિયાની સફળ ફિલ્મો

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી(naresh-kanodiya-corona) વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે. તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મતી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી.

સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું

નરેશ કનોડિયા કોરોના પોઝીટીવ આવ્યાં ત્યારે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે પાપાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા પ્રતિક ગાંધી, જયશ્રી પરીખ, કિરણ કુમારને પણ કોરોના થયો હતો. આ બધા કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી

તો બીજી તરફ યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. સંતાનમાં તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે.

1943માં કનોડા ગામમાં થયો હતો નરેશ કનોડિયાનો જન્મ

80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયા નામ જાણીતું હતું. તેમને ગુજરાતી સિનેમાના ‘રજનીકાંત’ પણ કહેવામાં આવે છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. નરેશ કનોડિયાએ 1970માં આવેલી ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો. 1980 અને 1990ના દાયકામાં તેઓ ગુજરાતી સિનેમામાં રાજ કરતા હતા. અત્યારે તેઓ પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે.

જણાવી દઈએ કે, 20 ઓગસ્ટ 1943 રોજ મહેસાણાના કનોડા ગામે જન્મેલ નરેશ કનોડિયાએ નાની ઉંમરે જ ભાઇ મહેશ કનોડિયા સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. સ્ટેજ સિંગર તેમજ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત
૧૯૭૦માં ‘વેલીને આવ્યા ફૂલ’ પ્રથમ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી. કુલ ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય
અંદાજે ૪૦ વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પાથર્યા અભિનયના ઓજસ. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે સુપ્રસિદ્ધ નરેશ કનોડિયા ટોચની અભિનેત્રીઓ સ્નેહલતા, રોમા માણેક અને અરૂણા ઇરાની સાથે જોડી જમાવી હતી. નરેશ કનોડિયાએ ૧૯૮૦-૯૦ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર અને ફિરોઝ ઇરાની સાથે કામ કર્યુ હતુ. અભિનેતા ઉપરાંત ગાયક અને સંગીતકાર તરીકે પણ મેળવી અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, મોટા ભાઇ મહેશ કનોડિયા સાથે મળીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ગુજરાતી ફિલ્મજગતમાં મહેશ-નરેશની જોડી વિખ્યાત છે. વિદેશમાં સ્ટેજ-શો કરનારી મહેશ-નરેશની પ્રથમ ગુજરાતી જોડી છે. ૨૦૦૨-૦૭ દરમિયાન કરજણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here