ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા ગ્લોબલ ટાઈમ્સના એક લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ચીન અને ભારત વચ્ચે યુદ્ધ શરુ થાય છે તો ભારતની હાર નક્કી છે. ગ્લોબલ ટાઈમ્સના ચીફ રિપોર્ટર અને ઓપિનિયન રાઈટર વાંગ વેનવેને લેખમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશના ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે એમ કહીને ખળભળાટ મચાવી દીધો છે કે પીએમ નરેન્દ્ર મોદી પહેલાથી જ નક્કી કરી ચૂક્યા છે કે ચીન અને પાકિસ્તાનની સાથે ભારત ક્યારે યુદ્ધ કરશે.

  • સ્વતંત્ર દેવ સિંહના દાવા પર ભારતના લોકોમાં ભ્રમ પેદા થશે કે…
  • ચીન સાથે યુદ્ધની સ્થિતમાં ભારતની હાર નક્કી છે
  • ભારતે કોરોના વાયરસની વિરુદ્ધ જીતવા પર ફોકસ કરવું જોઈએ

ગ્લોબલ ટાઈમ્સના લેખમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશના ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહના દાવા પર ભારતના લોકોમાં ભ્રમ પેદા થશે કે ભારત એટલું શક્તિશાળી છે કે ચીન અને પાકિસ્તાનની સાથે યુદ્ધમાં તેની જીત થશે. વાંગ વેનવેનનું કહેવું છે કે સેનાની સાથે સાથે અન્ય મામલામાં ચીન ભારતથી અનેક ગણું મજબૂત છે.

ગ્લોબલ ટાઈમ્સના એમ પણ કહેવાયું છે કે ભારત રાજનીતિક રુપે એક મહત્વપૂર્ણ શક્તિ છે પણ ચીન સાથે યુદ્ધની સ્થિતમાં તેની હાર નક્કી છે. લેખ મુજબ ભારતને ચીનની સાથે સંબંધ સારા બનાવવા માટે સારા સિગ્નલ મોકલવાની જરુર છે. નહીં કે યુદ્ધ પ્રિય નિવેદનો આપવાની.

વધુંમાં લખ્યુ છે કે ભાજપના ઉત્તર પ્રદેશ પ્રમુખ સત્તાવર રીતે ભારત સરકારના પ્રતિનિધિત્વ નથી કરતા. ન તો તેમની પાસે સૈન્ય મામલા કે સરકારનો પ્રભાર છે. એટલા માટે જ્યારે તેમણે યુદ્ધની વાત કરી તે પાવર પોલિટિક્સની વાત કરી રહ્યા છે.

લેખમાં લખ્યું છે કે 2018ના અંતમાં ભાજપ 5 રાજ્યોમાં ચુંટણી હારી ગઈ જેનાથી ભાજપની શાસન ક્ષમતા પર શંકા વધી છે. સ્વતંત્ર દેવ સિંહે ભાજપની પ્રતિષ્ઠા પાછી મેળવવામાં મદદ નથી કરી. પરંતુ પરિણામની ચિંતા કર્યા વગર યુદ્ધ માટે ઉશ્કેરનારી ટિપ્પણી કરી છે.

વાંગ વેનવેને લખ્યુ કે જો ભારત કોઈ લડાઈ જીતવા ઈચ્છે છે તો તેણે કોરોના વાયરસની વિરુદ્ધ જીતવા પર ફોકસ કરવું જોઈએ.  અફસોસજનક રીતે ભારતની મોટી હાર થઈ છે. કોરોના સંક્રમણનાં રેંકિંગમાં ભારત બીજા નંબર પર પહોંચી ગયું છે અને કેસ હજું પણ વધી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here