ગુજરાતી સિનેમાના ઈતિહાસના સોનેરી પાના સમા નરેશ કનોડિયાની વસમી વિદાયને પગલે નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

  • ગુજરાતી ફિલ્મના મહાનાયક નરેશ કનોડિયાનું નિધન
  • PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
  • નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું: PM

ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજૂક હતી. અને સતત વેન્ટિલેટર પર હતા. ત્યારે આજે ગુજરાતી ફિલ્મોના મહાનાયક જેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી તેવા સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા. 

PM Modi એ ટ્વીટ કરીે નરેશ કનોડિયાના નિધન પર આપી શ્રદ્ધાંજલિ

બે દિવસમાં આપણે મહેશભાઇ અને નરેશભાઇ કનોડિયાને ગુમાવ્યા છે. મનોરંજન-સમાજસેવા ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. સંસ્કૃતિની દુનિયામાં તેમનું યોગદાન ક્યારેય નહીં ભુલાય.તેઓએ સમાજની સેવા કરવા ખૂબ મહેનત કરી છે.

Cm Ruapni એ પણ દુખ વ્યક્ત કર્યુ

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે.

આ અંગે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

રવિવારે નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે. નરેશ કનોડિયોનો જન્મ 20 ઓગસ્ટ 1943માં થયો. અને તેઓએ 1970માં પહેલી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી કારકિર્દીની શરૂઆત કરી. મોટાભાઈ મહેશ કનોડિયા સાથે અનેક મ્યુઝીકલ કોન્સર્ટ કર્યા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here