રાજ્ય સરકારની જુદા-જુદા સવર્ગની 92 પરીક્ષાઓ માટે તારીખ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2019 અને 2020 માં સરકારે જાહેર કરેલ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાઓ માટે જીપીએસસી દ્વારા તારીખ જાહેર કરાઇ છે.

ગાંધીનગરઃ કોરોના સંક્રમણને પગલે 22 માર્ચ 2020 પછીની મોકૂફ રખાયેલ પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારની જુદા-જુદા સવર્ગની 92 પરીક્ષાઓ માટે તારીખ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2019 અને 2020 માં સરકારે જાહેર કરેલ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાઓ માટે જીપીએસસી દ્વારા તારીખ જાહેર કરાઇ છે. જોકે, કોરોના કે અન્ય અનિવાર્ય સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં આયોગ ફેરફાર કરી શકે છે. આયોગ દ્વારા હાલ દર્શાવેલી જગ્યાઓની સંખ્યા સૂચિત છે. જાહેરમાંત જગ્યાઓની સંખ્યા સરકારના વિભાગો દ્વારા તેઓના માંગણાપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે વધઘટ સંભવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here