જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) તથા લદાખ (Ladakh) માં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) તથા લદાખ (Ladakh) માં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
જમ્મુ અને કાસ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના જણાવ્યાં મુજબ અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડ્રસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવે, આથી ઈન્ડસ્ટ્રીયલ લેન્ડમાં રોકાણની જરૂર છે. પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
With notification of UT of Jammu and Kashmir Reorganisation (Adaptation of Central Laws) Third Order, 2020, twelve state laws have been repealed as a whole out of the 26 others adapted with changes and substitutes. https://t.co/JeBB5UvdbZ
— ANI (@ANI) October 27, 2020
અત્રે જણાવવાનું કે આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત ત્યાંના રહીશો જ જમીનની લે વેચ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ ત્યાં જમીન ખરીદીને પોતાનું કામ શરૂ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ અને કાશમીર પુર્નગઠન અધિનિયમ હેઠળ લીધો છે. જે મુજબ કોઈ પણ ભારતીય હવે જમ્મુ અને કાશ્મીરમાં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીન લઈ શકે છે. આ માટે કોઈ પણ પ્રકારનો સ્થાનિક રહીશ હોવાનો પુરાવો આપવાની પણ જરૂર રહેશે નહીં.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરને ગત વર્ષે 5મી ઓગસ્ટે 370ની કલમમાંથી મુક્ત કરાયું હતું. ત્યારબાદ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવાના જ્યારે 4 દિવસ બાકી છે ત્યારે જમીન કાયદામાં ફેરફાર કરાયો છે.