રાજકોટના 6 ડોક્ટર્સને મનપાએ નોટિસ ફટકારી છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવા મુદ્દે ફટકારી નોટિસ છે. કોરોનાકાળમાં નાણાં કમાવવાની લ્હાયમાં આરોગ્ય સાથે ચેડા કર્યા છે.

  • રાજકોટના 6 તબીબોને મહાપાલિકાની નોટિસ
  • શરદી-તાવવાળા દર્દીઓને કોવિડ ટેસ્ટ કરાવવાને બદલે શરદી-તાવની દવા આપતા હતા
  • મહાપાલિકાએ શરદી-તાવના લક્ષણો હોય તો કોવિડ ટેસ્ટ માટે સૂચના આપી હતી

રાજકોટના 6 ડોક્ટર્સને મનપાએ નોટિસ ફટકારી છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવા મુદ્દે ફટકારી નોટિસ છે. કોરોનાકાળમાં નાણાં કમાવવાની લ્હાયમાં આરોગ્ય સાથે ચેડા કર્યા છે. 

શરદી-તાવવાળા દર્દીને કોવિડ ટેસ્ટની મનપાએ સૂચના આપી હતી. ડોક્ટર્સ કોવિડ ટેસ્ટ કરાવવા બદલે તાવ-શરદીની દવા આપતા હતા. એક દર્દી મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ડો.ભગવાનજી પટેલ, ડો.ઋષિરાજ જોષીને નોટિસ આપવામાં આવી છે. ડો.કિશોર બોડા અને ડો.સંજય ભટ્ટને પણ નોટિસ આપવામાં આવી છે.

કોરોનાનો કહેર

ઉલ્લેખનીય છે કે, આજે ફરી એકવાર કોરોનાના કેસમાં ઘટાડા નોંધાયો છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 908 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,68,081પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 89.63 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 815 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 51,046 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 57,97,788 પર પહોંચ્યો છે. 

આજે 1102 દર્દીઓ થયાં સાજા

આજે 1102 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,50,650 પર પહોંચ્યો છે. આજે 4 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,693 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 13,738 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

આ 3 જિલ્લામાં કુલ 4 દર્દીઓના મોત

આજે કોરોના વાયરસે 4 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 1, રાજકોટમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 228, અમદાવાદમાં 173, રાજકોટમાં 68, વડોદરામાં 111 અને જામનગરમાં 28 કોરોનાના કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત

26/10/2020પોઝિટિવ કેસ
અમદાવાદ173
સુરત228
વડોદરા111
ગાંધીનગર26
ભાવનગર10
બનાસકાંઠા11
આણંદ13
રાજકોટ68
અરવલ્લી4
મહેસાણા27
પંચમહાલ8
બોટાદ1
મહીસાગર3
ખેડા11
પાટણ17
જામનગર28
ભરૂચ20
સાબરકાંઠા10
ગીર સોમનાથ11
દાહોદ6
છોટા ઉદેપુર4
કચ્છ14
નર્મદા9
દેવભૂમિ દ્વારકા7
વલસાડ1
નવસારી2
જૂનાગઢ18
પોરબંદર1
સુરેન્દ્રનગર22
મોરબી23
તાપી4
ડાંગ0
અમરેલી17
અન્ય રાજ્ય0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here