જ્યારથી કોરોનાને કારણે લોકડાઉન થયું છે ત્યારથી સોનુ સૂદ પ્રવાસી મજૂરો સહિત અનેક જરૂરિયાતમંદોની મદદ કરી તેમનો મસીહા બની ગયો છે. તે સતત લોકોની મદદ કરી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે સોનુ સૂદ પર ખોટા ઇરાદાઓનો આરોપ પણ લગાવી રહ્યા છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે જેના પછી સોનુએ પુરાવા સાથે આરોપી વ્યક્તિને જવાબ આપ્યો છે.

  • સોનુ સતત લોકોની મદદ કરી રહ્યો છે
  • ત્યારે સોનુ પર લાગી રહ્યાં છે આરોપ
  • તો સોનુએ પણ આપ્યો જડબાતોડ જવાબ

સોનુ પર આરોપ-મદદ નથી આ પીઆર સ્ટંટ છે

હાલમાં જ સ્નેહલ નામના વ્યક્તિએ સોનુ પાસેથી એક બીમાર બાળકની મદદ માટે અપીલ કરી તો સોનુએ તરત જ એ વ્યક્તિને મદદ કરવાનું આશ્વાસન આપ્યું. જે બાદ ટ્વિટર યુઝરે આરોપ લગાવ્યો કે સોનુ માત્ર પીઆર સ્ટંટ કરી રહ્યો છે અને મદદ માંગનારા સ્નેહલનું ટ્વિટર એકાઉન્ટ ફેક છે. આરોપ લગાવનાર વ્યક્તિએ કહ્યું- નવું ટ્વિટર એકાઉન્ટ જેના માત્ર 2-3 ફોલોઅર્સ છે. માત્ર એક ટ્વિટ છે જેમાં સોનુને ટેગ કરવામાં આવ્યો છે, લોકેશન કે ઈમેલ આઈડી પણ નથી બતાવી, તેમ છતાં સોનુને ટ્વિટ મળી જાય છે અને તે મદદ કરી દે છે. આ પહેલાં જે લોકોને ટ્વિટ કરી મદદ માંગી હતી તેમણે પોતાની ટ્વિટ ડિલીટ કરી નાખી. પીઆર ટીમ આ જ રીતે કામ કરે છે. 

સોનુએ પુરાવા સાથે આપ્યો જવાબ

જોકે, સોનુએ પોતાના પર લાગેલાં આરોપો પર જવાબ આપતા કેટલીક રિસીપ્ટ શેર કરીને પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે હોસ્પિટલનું સર્જરી શેડ્યૂલ પણ શેર કર્યો છે.  જેમાં સ્નેહલનું નામ પણ લખેલું છે. સોનુએ લખ્યું-આ તૌ સૌથી સારી વાત છે ભાઈ, મૈં જરૂરિયાતમંદોને શોધી લીધા અને તેમણે પણ મને શોધી લીધા. આ હેતુની વાત છે પણ તમે સમજી શકશો નહીં. આવતીકાલે દર્દી એસઆરસીસી હોસ્પિટલમાં હશે, કૃપા કરીને તેમની મદદ કરો. તેમના માટે કેટલાક ફળો મોકલો. એવા લોકો જેમના 2-3 ફોલોઅર્સ છે એ બહુ બધાં ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિનો પ્રેમ મેળવી ખુશ થઈ જશે. 

તેમ છતાં સોનુ પર સવાલ ઉઠ્યા, કારણ કે સોનુએ જે રિસીપ્ટ અને સ્ક્રીનશોટ શેર કર્યા છે કે સપ્ટેમ્બર મહિનાના છે. જ્યારે વ્યક્તિએ સોનુ પાસે એક મહિના બાદ ઓક્ટોબરમાં મદદ માંગી. હવે એ જોવાનું રહ્યું કે સોનુ આ અંગે શું જવાબ આપે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here