બિહારમાં 28 ઓક્ટોબરે પહેલા ચરણમાં 71 વિધાનસભાની સીટો ઉપર મતદાન થઈ રહ્યું છે. તેની સાથે રાજનીતિ પાર્ટીઓ બીજા ચરણની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયાં છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે દરભંગા, મુઝફ્ફરપુર અને પટણામાં ચૂંટણી રેલી કરશે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ મહાગઠબંધનમાં દરભંગા જિલ્લાના વાલ્મીકિનગર અને કુશ્વર અસ્થાનમાં ચૂંટણી રેલીને સંબોધીત કરશે. જણાવી દઈએ કે, ત્રણ નવેમ્બરે 94 સીટો પર મતદાન થવાનું છે.

પીએમ મોદી અને રાહુલ ગાંધી આ સ્થળે ગજવશે સભા

પીએમ મોદી દરભંગા, મુઝફ્ફરપુર અને પટણામાં રાજગ ઉમેદવારો માટે લોકોનું સમર્થન માગશે. જ્યાં ત્રણ નવેમ્બરના રોજ બીજા ચરણનું મતદાન થવાનું છે. રાહુલ ગાંધી આ જ દિવસે વાલ્મીકિનગર અને કુશેશ્વર સ્થાનથી મહાગઠબંધન માટે ચૂંટણી પ્રચાર કરશે. વાલ્મીકિનગર લોકસભા સીટ માટે પેટાચૂંટણીમાં ત્રણ નવેમ્બરના રોજ વિધાનસભાના બીજા ચરણની સાથે મતદાન થશે.

SPGએ જિલ્લા મેજીસ્ટ્રેટ સાથે કરી બેઠક

બિહારમાં એવા સમયે ચૂંટણી થઈ રહી છે. જ્યારે કોરોના વાયરસ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિને જોતા વ્યાપક નિયમન અને પ્રબંધ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીની સુરક્ષા સાથે જોડાયેલા સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપે દરભંગા જિલ્લા મેજીસ્ટ્રેટ એસ એમ ત્યાગરાજની સાથે બેઠક કરીને રેલીના સ્થળો પર દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવી શકે. અધિકારીઓનું કહેવું છે કે રેલી સ્થળ પર કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર હશે તો તેને નહીં આવવા દેવામાં આવે અને જે લોકો પ્રધાનમંત્રીની સાથે મંચ પર રહેશે તેને આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. મુઝફ્ફરપુરમાં મોદીની રેલી મોતીપુરમાં થશે. જ્યારે પટનામાં તેની રેલી પશુ ચિકિત્સા કોલેજ મેદાનમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here