સોમવારે વિડીયો કોન્ફરન્સમાં સુદર્શન ટીવી કેસની સુનાવણી દરમિયાન થોડી સેંકડો માટે ટીવી ચેનલના વકીલ શર્ટ વગર દેખાતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગુસ્સે થઇ ગયા હતા અને ક્હયું હતું કે આવું ના ચાલાવી લેવાય. યોગ્ય ડ્રેસ પહેર્યા પછી જ કેમેરા સામે આવે.

જસ્ટિસે વકીલને ઓળખાણ આપવા કહેતા વકીલ કેમેરામાંથી ખસી ગયા
જસ્ટિસ ચંદ્રચુડે વકીલને પોતાની ઓળખાણ આપવા કહેતા વકીલ તરત જ કેમેરામાંથી ખસી ગયા હતા. આ ઘટના પછી બેન્ચે સરકારના સૌથી સિનીયર વકીલ તુષાર મહેતાને વકીલોને યોગ્ય રીતે સુનાવણીમાં હાજર રહેવા સલાહ આપવા કહ્યું હતું.સુનાવણીમાં સામેલ એક અન્ય જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ આ ઘટનાને ‘માફ ના કરી શકાય’ તેવી ગણાવી હતી.
સુપ્રિમ કોર્ટ સહિતની કોર્ટમાં સુનાવણી થઈ રહી છે ઓનલાઈન
કોરોના વાઇરસના કારણે સુપ્રીમ કોર્ટ સહિત અનેક કોર્ટમાં સુનાવણી ઓનલાઇન કરાય છે. સોમવારની ઘટના કંઇ પહેંલી નથી કે જેમાં વકીલ યોગ્ય ડ્રેસ પહેર્યા વગર હાજર થયા હોય. એક સિનીયર વકીલ તો સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં સિગારેટ પીતા દેખાયા હતા.તો એક અન્ય ઘટનામાં રાજસ્થાનમાં જામીન અરજીની સુનાવણી વખતે એક વકીલ માત્ર હાફ પેન્ટમાં દેખાયા હતા.

ગુજરાતમાં એક વકીલને ફટકાર્યો હતો 10 હજાર રૂપિયાનો દંડ
અરજદારનો વકીલ યોગ્ય કપડાં પહેર્યા વગર જ હાજર રહેતા કેસને બંધ કરાય છે. વકીલો માટેની આદર્શ આચારસંહિતા અનુસાર, દરેક વકીલે કોર્ટમાં સુનાવણી વખતે નિર્ધારિત પોષાકમાં જ હાજર રહેવું. ગુજરાતમાં ઓનલાઇન સુનાવણી વખતે એક વકીલ સિગારેટ પિતા ઝડપાયા ગુજરાત હાઇકોર્ટે વકીલ પર દસ હજાર રૂપિયાનો દંડ ફટાકાર્યો હતો.