રાજ્યમાં સી-પ્લેનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ મામલે તંત્રે ટીકિટી ભાડુ પણ નક્કી કર્યું છે. ત્યારે બીજી તરફ અમદાવાદથી કેવડિયા સુધી શરૂ થનારા સી પ્લેનનું ભાડું 4  હજાર 800 રૂપિયા  હોવાનું સામે આવ્યુ છે. નોંધનીય છે કે આટલો ઉંચો દર રાખવા છત્તાં પણ અમુક સુવિધાઓથી મુસાફરો વંચિત રહેશે. જેમાં પ્લેનમાં ચા કે નાસ્તો પણ નહી મળે. આ માટે પ્રવાસીઓએ વધુ રૂપિયા ખર્ચવા પડશે.

50 વર્ષ જુના પ્લેનમાં નહી મળે ચા-કે નાસ્તો

રિવરફ્રન્ટથી  કેવડિયા 
૮ઃ૦૦ વાગ્યે ૮ઃ૪૫ વાગ્યે 
૧૦ઃ૩૦ વાગ્યે ૧૧ઃ૧૫ વાગ્યે 
૧ઃ૩૦ વાગ્યે ૨ઃ૧૫ વાગ્યે 
૪ઃ૦૦ વાગ્યે ૪ઃ૪૫ વાગ્યે 
    
સી-પ્લેનનું સંભવિત સમય પત્રક   
કેવડિયાથી  રિવરફ્રન્ટ 
૯ઃ૧૫ વાગ્યે ૧૦ઃ૦૦ વાગ્યે 
૧૧ઃ૪૫ વાગ્યે ૧૨ઃ૩૦ વાગ્યે 
૨ઃ૪૫ વાગ્યે ૩ઃ૩૦ વાગ્યે 
૫ઃ૧૫ વાગ્યે ૬ઃ૦૦ વાગ્યે 

ઉંચો દર રાખવા છત્તાં પણ અમુક સુવિધાઓથી મુસાફરો વંચિત રહેશે.

આ વિમાન 50 વર્ષ જૂનું હોવાનું સામે આવ્યુ છે. પરંતુ તેનું આયુષ્ય લાંબુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુંબઈ-દિલ્હીની ફ્લાઈટમાં 2500થી 3 હજાર ભાડું હોય છે પણ ચા-નાસ્તો ઓફર કરાય છે. ત્યારે સી-પ્લેનમાં આવી કોઈપણ પ્રકારની સુવિધા મળવાની નથી. મળતી માહિતી પ્રમાણે સી-પ્લેનમાં કમ્પ્યૂટર કંટ્રોલ સિસ્ટમ ન હોવાની સાથે તે ઓછી ઉંચાઈ પર ઉડતું હોવાથી તેનું સંપૂર્ણ નિયંત્રણ પાયલટના હાથમાં જ હોય છે.

સી-પ્લેનની સફર

  • ૪૮૦૦ ભાડું છતાં ચા-કે નાસ્તો નહી મળે
  • સી પ્લેન ૫૦ વર્ષ જૂનું
  • પ્રતિ કલાક ૨૭૨ કિલો બળતણની ખપત
  • સી-પ્લેનનું વજન ૩,૩૭૭ કિલો
  • ૧,૪૧૯ લીટર ક્ષમતાની બળતણની ટાંકી
  • ૫,૬૭૦ કિલો વજન સાથે ઉડાન ભરવાની ક્ષમતા
  • પ્લેન ૫૧ ફૂટ લાંબુ અને ૧૯ ફૂટ ઊંચુ
  • પ્લેનમાં કોમ્પ્યુટર કંટ્રોલ નથી, પાયલટના હાથમાં તમામ કંટ્રોલ
  • બર્ડ હિટ અટકાવવા ૧૨ સભ્યોની ખાસ ટીમ
  • પ્લેનના ટેક ઓફ અને લેન્ડિગ વખતે બર્ડ હિટ અટકાવવા ફટાકડા અને લેઝર ગનનો ઉપયોગ કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here