પક્ષપલટુ ધારાસભ્યો અને તેના લીધે આવતી પેટા ચુંટણીના મુદ્દાને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવેલી છે. આ અરજી પર સુનાવણી ૨૯.૧૦.૨૦૨૦ના રોજ હાથ ધરાશે. અરજીમાં અરજદારની રજૂઆત છે કે જે ચુંટાયેલા ધારાસભ્યો જુલાઈ ૨૦૧૮ થી જૂન ૨૦૨૦ની વચ્ચે પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે અને તેમના લીધે ત્રીજી નવેમ્બરે રાજ્યમાં પેટા ચુંટણી યોજાઈ રહી છે.

જેમાં, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનેક ધારાસભ્યો ભાજપની ટિકિટ પર ચુંટણી લડી રહ્યા છે. આ ધારાસભ્યો પાસેથી ચુંટણી સંદર્ભનો ખર્ચ (અંદાજે રુ. ૨ કરોડ) વસુલવા માટે ચુંટણી પંચ નિયમ અને જોગવાઈઓ બનાવે. ઉમેદવારો પાસેથી બાહેંધરી લેવામાં આવે કે તેઓ ચુંટાશે તો તેમની ટર્મ પૂર્ણ કરશે અને ટર્મ પૂર્ણ થયા પહેલા તેઓ પક્ષ છોડીને અન્ય કોઈ પક્ષમાં જોડાશે નહીં.

અરજદારની એ પણ રજૂઆત છે કે, આ પ્રકારના પક્ષપલટુ નેતાઓના લીધે ચુંટણી પંચે ખાલી પડેલી જગ્યાઓ પરથી સમયાંતરે પેટા ચુંટણીનુ આયોજન કરવું પડે છે. જેના લીધે ખર્ચનુ ભારણ વધે છે. જો ચુંટણી પંચ આ સંદર્ભે નિયમ બનાવશે તો આ ખર્ચમાંથી રાહત મળશે. આ મુદ્દાને લઈને હાઈકોર્ટ ચુંટણી પંચને જરુરી નિર્દેશ આપે.

૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કુલ ૧૮૨ બેઠકોમાંથી શાસક પક્ષે પાતળી બહુમતી મેળવી હતી. કોંગ્રેસે ૭૭ બેઠકો મેળવી હતી. આ પછી, અત્યાર સુધીમાં કોંગ્રેસના પંદર જેટલા ધારાસભ્યો સમયાંતરે પક્ષ છોડીને ભાજપમાં જોડાયેલા છે. ત્યાર બાદ, આમાંથી ઘણા ધારાસભ્યો ભાજપની ટિકિટ પણ પેટા ચુંટણી લડયા છે અને જીત્યા પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here