સ્પેસ એક્સ અને તેના સ્થાપક એલન મસ્ક દ્વારા મંગળ ઉપર વાસહત સ્થાપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે ટૂંક સમયમાં દરરોજની ત્રણ એવી એક વર્ષની ૧૦૦૦ સ્પેસ ફ્લાઈટ ઓપરેટ કરીને લોકોને મંગળ ઉપર લઈ જવામાં આવશે. એલન મસ્ક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે અને તેઓ મંગળ ઉપર દસ લાખ લોકોનું એક શહેર વસાવવા માંગે છે. સ્પેસ એક્સ મંગળ ફ્રતે ઉપગ્રહોનું ઝૂમખું તરતું મૂકશે, જે મંગળ પર વસનારા ૧૦ લાખ લોકોની વસાહતને ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડશે. એ યોજના માટે સ્ટારલિંક સેટેલાઇટો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે એમ મનાય છે. સ્પેસ એક્સના પ્રેસિડન્ટ અને COO ગ્વેની શોટવેલે ગાલમાં કેટલીક વિગતો શેર કરી છે, જેમાં મંગળ ઉપર ટેકનોલોજી કઇ રીતે સ્થાપિત કરાશે, તેની વાત છે. મંગળ પર વસાહત શરૂ કરાય તો તેમાં રહેનારાઓ માટે સંદેશા વ્યવહારની સુવિધા પણ ઊભી કરવી પડશે અને એ માટે મંગળ ફ્રતે ઉપગ્રહોનું ઝૂમખું ઘૂમતું કરવું પડશે. આ ઉપગ્રહો મંગળ પર રહેનારા લોકોને ઇન્ટરનેટ સેવા આપે એટલું જ નહીં પણ તે મંગળ અને પૃથ્વી વચ્ચે સંદેશા વ્યવહારની કડી બની રહેશે.

૨૦૨૨થી બે કાર્ગોશિપ પણ મંગળ ઉપર મોકલવામાં આવશે જેથી વસ્તુઓ પહોંચતી થાય

મંગળ પર વસાહત બનાવવા માટે સ્પેસ એક્સે યોજના ઘડી કાઢી છે. ગયા જાન્યુઆરીમાં એલન મસ્કે ૨૦૫૦ સુધીમાં મંગળ ઉપર વસાહત સ્થાપવા માટે એક વર્ષમાં ૧૦૦૦ ફ્લાઇટ મંગળની ઉપાડવાની યોજના ઘડી છે. મતલબ કે દરરોજ ત્રણ સ્પેસ ફ્લાઇટ ઊપડશે અને તેમાં દરેકમાં ૧૦૦ લોકો મંગળ ઉપર જવા રવાના થશે. એ ઉપરાંત બે વર્ષ બાદ એટલે કે ૨૦૨૨માં એલન મસ્ક બે કાર્ગોશિપ મંગળ પર મોકલવા માંગે છે. તેની પાછળ ચાર બીજી વેસલ્સ હશે. બે કાર્ગો અને બેમાં માનવી મંગળ પર પહોંચશે, એ માટે તેણે ૨૦૨૪નું વર્ષ નિર્ધારિત કર્યું છે.

મંગળ પર જવા માટે સ્ટારશિપ રોકેટની ભૂમિકા મહત્ત્વની બનશે 

મંગળ પર વસાહત સ્થાપવા માટે સ્પેસ એક્સનું સ્ટારશિપ રોકેટ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પૃથ્વી પરથી માનવીને મંગળ પર લઇ જવા માટે સ્ટારશિપ રોકેટનો ઉપયોગ થશે અને એ દ્વારા માનવી ઇન્ટર પ્લેનેટરી સ્પેસીસ (આંતરગ્રહીય પ્રજાતિ) બની જશે. મસ્કે તો હાલમાં મંગળ ઉપર માનવી રહેતો હોય એવું ચિત્ર તો પેઇન્ટ કરાવી લીધું છે, પણ માનવીને મંગળ પર વસાવવા માટે સંશોધનોની ઝડપ વધારવી પડશે.

ધરતીવાસીઓ માટે પણ સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા

  • સ્પેસ એક્સ સ્ટારલિંક શ્રેણીની પાંચ શ્રેણી તરતી મૂકી કુલ ૩૦૦ ઉપગ્રહ તરતા મૂકશે.
  • તેઓ હજારો ઉપગ્રહોનું ઝૂમખું રચશે. આ ઉપગ્રહો પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં તરતા મૂકશે અને તે દ્વારા લો કોસ્ટ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડશે.
  • હાલમાં સ્પેસ એક્સની રેડમોન્ડ ખાતે ઉપગ્રહ વિકસાવવા માટેનું કામ શરૂ થઇ ગયું છે.
  • સ્ટારલિંક દ્વારા અવકાશમાંથી ઘરમાં સીધી સુપરફસ્ટ ઇન્ટરનેટ સેવા પહોંચાડાશે.
  • કંપનીએ ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશનને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ૪૪૨૫ ઉપગ્રહો તરતા મૂકવા માટેની યોજના રજૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here