ભારતમાં ફેસબુકની ટોચ એક્ઝિક્યુટિવ આંખી દાસે રાજીનામું આપી દીધું છે. તે ભારતમાં પબ્લિક પોલિસીની પ્રમુખ છે. આજે એટલે કે મંગળવારે તેણે રાજીનામું તે આરોપોના થોડા મહિના બાદ આપ્યું છે. જેમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે ફેસબુકની કન્ટેન્ટ મોડરેશન પોલિસીમાં ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેતા હસ્તક્ષેપ કરી રહી છે. પરંતુ ફેસબુકે તે આરોપોને નકારી દીધા હતા.

રાજીનામા બાદ નજીકના લોકોએ આપી આ પ્રતિક્રિયા

આંખી દાસના રાજીનામાં બાદ તેના નજીકના લોકોએ કહ્યું કે, તેના રાજીનામાને તેના પર હાલમાં લાગેલા આરોપો સાથે લેવાદેવા નથી. તો આંખી દાસે કહ્યું કે, તેણે રાજીનામુ એટલે આપ્યું છે જેથી તે જનતાની સેવા કરી શકે, જે તે હંમેશાથી કરવા ઈચ્છતી હતી. પોતાના સહકર્મીઓને મોકલેલા એક મેસેજમાં આંખી દાસે જૂના દિવસોને યાદ કર્યા છે. તેણે કહ્યું છે- આપણે તે સમયે એક નાનું સ્ટાર્ટઅપ હતા, જેને ભારતમાં લોકોની સાથે જોડાવાનું હતું. હવે 9 વર્ષ બાદ મને લાગે છે કે આપણે આપણું લક્ષ્ય લગભગ પ્રાપ્ત કરી લીધું છે. તેણે માર્ક ઝુકરબર્ગનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, તેને આશા છે કે તેણે કંપનીને સારી રીતો પાતાનો સમય આપ્યો છે અને આગળ પણ તે કંપની સાથે જોડાયેલી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here