હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવામાં હતો અને ગત દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ ઘણું રહ્યું હતું. હવે ધીરેધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઠંડા થતા જશે અને ઉત્તરની હવા દક્ષિણ તરફ ધકેલાશે. વળી ચીની સમુદ્ર અને પેસિફિક મહાસાગરમાં પણ વાવાઝોડા થાય તો બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે.

દક્ષિણ ભારતમાં ઈશાન ચોમાસાની શરૂઆત થશે. ઓક્ટોબર તા.૨૮-૨૯માં દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ઠંડીની સાથે સાથે પશ્ચિમી ભાગો જમ્મુ-કાશ્મીર વગેરે ભાગોમાં પશ્ચિમ વિક્ષેપની અસરો પણ જણાશે.

ઓક્ટોબર તા.૩૦ થી ૭ નવેમ્બર સુધીમાં વાદળ-વાયુ જણાય. નવેમ્બર તા.૭થી સવારના ભાગોમાં ઠંડા પવન ફૂંકાય. હવે ધીમા પગલે શિયાળાની શરૂઆત થશે. દિવાળી આસપાસ પણ વાદળો જણાશે. ઠંડીનો ચમકારો તા.૧૯ થી ૨૦માં વધે અને ઠંડીની શરૂઆત થતી જણાય.

નવેમ્બર માસ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જવાની શકયતા રહે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે. જૂનાગઢ અને રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શકયતા રહે.

ભાવનગર, અમરેલી, ભાલ અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ સખ્ત ઠંડી પડે. ૪ ડિસેમ્બરથી ઠંડી વધે. હરિયાણા, પંજાબ, દિલ્હી વગેરે ભાગોમાં ધુમ્મસ રહે. ગુજરાતના ભાગોમાં ઝાકળ પણ પડે. ૨૦૨૧નો જાન્યુઆરી માસ ઘણો ઠંડો રહે. આબુ વગેરે ભાગો ઠંડાગાર બની જાય.

ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યુનતમ તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જવાની સંભાવના રહે. ઠંડીનો દોર ફેબ્રુઆરી-માર્ચ સુધી પણ રહે. ફેબ્રુઆરી-માર્ચમાં કપાસ જેવા પાક ઉપર ઠંડીની વિપરિત અસર થાય. જો કે ઘઉં જેવા પાકો સારા થાય અને જીરું, મસાલાના પાકો સારા થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here