રિયા ચક્રવર્તી કેસમાં અનેક પેડલર્સની તપાસમા કરિશ્મા પ્રકાશનું નામ પણ સામે આવ્યું હતું. જેના આધારે એસીબીએ તેના ઘરે રેડ કરી હતી.

મુંબઈઃ ફિલ્મ અભનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે આજે એનસીબીએ રેડ કરી હતી. જ્યાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કરિશ્મા પ્રકાશને એનસીબીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે પણ હાલ તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

એનસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ રિયા ચક્રવર્તી કેસમાં અનેક પેડલર્સની તપાસમા કરિશ્મા પ્રકાશનું નામ પણ સામે આવ્યું હતું. જેના આધારે એસીબીએ તેના ઘરે રેડ કરી હતી.

ડ્રગ્સ કેસમાં પકડાયેલા પેડલર્સની પૂછપરછમાં અને ટેકનિકલ ડેટાના આધારે એનસીબીને કરિશ્મા પ્રકાશ ડ્રગ્સ પેડલર્સના સતત સંપર્કમાં હોવાની ખબર પડી હતી.

થોડાં દિવસો પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ ‘hash’ અને ‘weed’ જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે.

દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ ‘ક્વાન’ નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની ફેસિલિટી પુરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here