ગુજરાતમાં હાલ કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગાર પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે ગૃહણીઓને શાકભાજીમાં ભાવ વધારા બાદ તેલના ભાવમાં ભડકો થતાં ઘરનું બજેટ ખોરવાઇ જતુ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સિંગતેલ સાથે કપાસિયા પામ અને સુરજમુખીના તેલના ભાવમાં વધારો થયો છે.

  • સિંગતેલ સાથે સૂરજમુખીના તેલના ભાવ વધ્યાં
  • સુરજમુખીના ડબ્બામાં 15 રૂપિયાનો વધારો
  • પામોલીન તેલમાં 10થી 30 રૂપિયાનો વધારો

રાજ્યમાં એક તરફ શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યાં છે. ત્યારે શાકભાજીના ભાવ વધથા પહેલાથી જ ગૃહિણીઓ વધતી ચિંતામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સિગતેલની સાથે કપાસિયા પામ અને સુરજમુખીના તેલાના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. 

સિંગતેલ સાથે કપાસીયા પામ અને સુર્યમુખી તેલના ભાવમાં પણ વધારો થયો છે. સિંગતેલમાં ડબ્બામાં 30 રૂપિયાનો  વધારા થતા સિંગતેલના ડબ્બાનો ભાવ 2360 પર પહોંચ્યો છે. કપાસીયા તેલના ડબ્બામાં 15 રૂપિયાનો વધારો થયો છે.

પામોલીન તેલમાં 10થી 30 રૂપિયાનો વધારો઼ થયોછે. સુર્યમુખી તેલમાં ડબ્બે રૂપિયા 15 નો વધારો થયો છે. તહેવારો સમયે ભાવ વધતા સામાન્યવર્ગના લોકો પરેશાની વધી છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં સિંગતેલની માંગ વધતા રાજ્યમાં સિંગતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવ છેલ્લા 14 વર્ષની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યાં હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here