ભારતીય ક્રિકેટ ટીમ IPL બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી છે અને તેમાં બંને ટીમ વચ્ચે આકરી સ્પર્ધા થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારત પાસે પણ ધારદાર ઝડપી બોલર છે તો કાગારું ટીમનો આધાર મિચેલ સ્ટાર્ક પર છે. મિચેલ સ્ટાર્કે જણાવ્યું હતું કે ભારતની ટીમ આ અગા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો ત્યારે મારી ઘણી ટીકા થઈ હતી અને તેનાથી હું પરેશાન થયો હતો પરંતુ હવે મને તેની કોઈ પરવા નથી. આ વખતે મારી પર કોઈ અસર પડવાની નથી.

આલોચનાનો શિકાર બનવું પડ્યું

મિચેલ સ્ટાર્ક અત્યારથી ભારત સામેની સિરીઝ માટેની તૈયારીઓ કરી રહ્યો છે. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો ત્યારે સ્ટાર્કે ચાર ટેસ્ટમાં 13 વિકેટ લીધી હતી અને તેને કારણે તેની આલોચનાનો શિકાર બનવું પડ્યું હતું. સ્ટાર્કે જણાવ્યું હતુ કે ઇમાનદારીથી કહું તો હું ટીકાઓનો સામનો કરી શક્યો ન હતો અને તેને કારણએ મારી રમત પર અસર પડી હતી પરંતુ હવે મને તેની પડી નથી. મારી ઉપર કોઈ ટીકાની અસર થવાની નથી. હવે હું એ તરફ ધ્યાન જ આપતો નથી.

ભારતે 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી

2018-19માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો અને તે વખતે તેનો 2-1થી વિજય થયો હતો. કાંગારું ધરતી પર ભારતે પહેલી વાર ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતે 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. સ્ટાર્કે જણાવ્યું હતું કે એ વખતે હું માત્ર ઝડપથી દોડવા અને ઝડપી બોલિંગ કરવા તરફ જ ઘ્યાન આવતો હતો. માત્ર એક જ બાબત પર ફોકસ કર્યું જેનો લાભ મને છેક છેલ્લી ટેસ્ટમાં થયો હતો. આ વખતે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ચાર ટેસ્ટ, ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમનારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here