માયાનગર મુંબઈ (Mumbai)ની તુલના પાક અધિકૃત કાશ્મીર (POK) સાથે કરનારી બોલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ની વિરૂદ્ધ બીએમસી (BMC)એ અત્યાર સુધીની અદાલતની કાર્યવાહીમાં અંદાજીત રૂ.82,50,000નો ખર્ચ કર્યો છે. આ જાણકારી આરટીઆઈ (RTI)ના માધ્યમથી સામે આવી છે.

બીએમસી (BMC)ના એચ વેસ્ટ વોર્ડના અધિકારીઓએ બાંદ્રા સ્થિત પાલી હિલમાં કંગના રનૌત (Kangana Ranaut)ની ઓફિસમાં ગેરકાયદે નિર્માણ પર કાર્યવાહી કરી હતી. આ મામલામાં અભિનેત્રીએ બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt)માં કેસ દાખલ કર્યો હતો.

કંગનાની વિરૂદ્ધ અદાલતમાં BMCએ કર્યો રૂ.82 લાખથી વધુનો ખર્ચ

આ મામલામાં બીએમસી (BMC) દ્વારા બોમ્બે હાઈ કોર્ટ (Bombay HighCourt)માં પોતાનો પક્ષ રાખવા માટે અત્યાર સુધીમાં રૂ.82 લાખનો ખર્ચ કરી દીધો છે. કંગના રનૌતે (Kangana Ranaut) બાંદ્રાના પાલી હિલમાં પોતાના ઘરમાં મણિકર્ણિકા ફિલ્મ (Manikarnika Films)ની ઓફિસની શરૂઆત કરી હતી. આરોપ છે કે આ ઓફિસમાં કંગનાએ ગેરકાયદેસર રીતે નિર્માણ કર્યું હતું.

BMCએ કંગનાની ઓફિસ તોડી પાડી હતી

આ ઘટના દરમિયાના કંગના રનૌતે મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) સાથે કરી હતી. જેનો મુંબઈમાં જોરદાર વિરોધ થયો હતો. બીએમસી (BMC) પ્રસાશને બીએમસી એક્ટની ધારા 354 મુજબ કંગનાને નોટીસ આપી હતી. કંગનાની તરફથી સંતોષકારક જવાબ ન મળતા બીએમસી (BMC)એ ઓફિસમાં કરવામાં આવેલું ગેરકાયદે નિર્માણ તોડી પાડ્યું હતું.

બીએમસી (BMC)ની કાર્યવાહી ઉપર કંગનાના વકીલે આ મામલામાં બોમ્બે હાઈકોર્ટ (Bombay HighCourt)થી મદદ માગી હતી. અદાલતના આદેશ પછી બીએમસી (BMC)એ પોતાની કાર્યવાહીને રોકી દીધી હતી.

RTIમાં થયો મોટો ખુલાસો

આરટીઆઈ કાર્યકર્તા શરદ યાદવે (Sharad Yadav) બીએમસી (BMC)માં આવેદન કરી આ જાણકારી માગી હતી કે આ મામલામાં બીએમસી (BMC)એ ક્યા વકીલને નિયુક્ત કર્યા છે અને આ સંપૂર્ણ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કેટલો ખર્ચ થયો છે. આરટીઆઈ (RTI)નો જવાબ આપતા બીએમસી (BMC)એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 82 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here