સઉદી અરબ દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા એક ગ્લોબલ નકશામાં જમ્મુ કશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે. જેના પર હવે ભારત તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો છે ને તેને દુરસ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. સઉદી અરબે તાજેતરમાં જ 20 રિયાલની એક નવી નોટ જાહેર કરી છે. જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાને અલગ જ ક્ષેત્ર દેખાડવામાં આવ્યું છે.

નોટ ઉપર ખોટો દેખાડ્યો નકશો

સઉદી અરબની આગેવાનીમાં તાજેતરમાં જી-20 બેઠક થવાની છે. જે તકે સઉદીએ એક નોટ જાહેર કરી છે. જેમાં કિંગ સલમાનનો ફોટો, જી-20 સઉદી સમિટનો લોગો અને જી-20 દેશોનો નકશો દેખાડવામાં આવ્યો છે.

એક્ટીવિસ્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા પર સઉદીના વખાણ કર્યાં

આ નકશામાં જમ્મુ અને કશ્મીર જેમાં પાકિસ્તાન અધિકૃત કશ્મીર પણ શામેલ છે તેને અલગ દેખાડવામાં આવ્યું છે. એટલે કે ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈનો પણ ભાગ નહીં હોવાનું દેખાડવામાં આવ્યું છે. સઉદી અરબના આ નિર્ણયથી પાકિસ્તાન અધિકૃત કશ્મીરના એક્ટિવિસ્ટ અમજદ અયુબ મિર્ઝાએ ખુશીની લાગણી દેખાડી. તેણે PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા પર સઉદીના વખાણ કર્યાં હતાં.

21-22 નવેમ્બરે થશે બેઠક

સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે ભારતે જ્યારે આ નકશો જોયો તેમાં ગડબડી દેખાઈ. તે અંગે નવી દિલ્હી સ્થિત સઉદી અરબ એમ્બેસી અને રિયાદમાં સ્થિત ભારતીય એમ્બેસીમાં આ મામલાને ઉઠાવ્યો છે. જો કે, હજુ સઉદી તરફથી આ મુદ્દે જવાબ આવવાનો બાકી છે. જણાવી દઈએ કે, ભારત જી-20 દેશોનો ભાગ છે. પરંતુ પાકિસ્તાન નથી. આ સમિટ 21-22 નવેમ્બરમાં થનારી છે. તેવામાં સઉદી અરબની સામ નોટ પર છાપેલા નકશાને બદલવાનું દબાણ રહેશે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને સઉદી અરબની દોસ્તી મજબુત થઈ છે. તેવામાં સઉદી ભારત સાથે પોતાના સંબંધો બગાડશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here