ભારતે પાકિસ્તાન ઉપર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ, પાકિસ્તાનને સતત એવો ડર લાગતો હતો કે ભારત હુમલો કરશે. પાકિસ્તાનને આ ભય એ સમયે પણ લાગ્યો હતો, જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં ઝડપાયા હતા. અને ભયભીત થયેલા પાકિસ્તાને ભારતના ડરના કારણે જ વીંગ કમાન્ડર અભિનંદનને ત્વરીત મુક્ત કર્યા હતા.

વિંગ કમાન્ડર અભિનંદનને લઈને પાકિસ્તાનની સંસદમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કરતા સાંસદ અયાઝ સાદિકે કહ્યું હતું કે, અભિનંદન પકડાયા બાદ પાકિસ્તાન, ભારતથી ગભરાઈ ગયુ હતું. પાકિસ્તાનના લશ્કરી વડા બાજવાના પગ તો ભયના માર્યા ધ્રુજતા હતા. અને પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા.

પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને લઈને બોલાવેલી તાકિદની બેઠકમાં ખુદ વડાપ્રધાને આવવાની ના પાડી હતી. પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા તો ભારત હુમલો ના કરે તેવા ડરથી પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા અને તેઓ ભારતના ભયથી કાપતા હતા. તેમણે જ કહ્યું હતું કે વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીએ કહ્યું છે કે, વિંગ કમાન્ડર અભિનંદનને તાકીદે મુક્ત કરી દો નહી તો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here