વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ ફ્રાન્સમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે ફ્રાંસમાં ફરીવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ એમાનુએલ મૈક્રોએ પહેલી ડિસેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા છે. ફ્રાંસમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ છે. જેને ધ્યાનમાં રાખી સરકારે કડક નિર્ણય લેવાની શરૂઆત કરી છે. સરકારે લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન  નિકળવાની અપીલ કરી છે.

ફ્રાન્સમાં સખ્ત નિયમો સાથે ફરીથી લાગુ થયું લોકડાઉન

આ સાથે બાર અને રેસ્ટોરન્ટ પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ફ્રાંસમાં એક દિવસમાં 33 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ માસ બાદ ફ્રાંસમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી સરકારની મુશ્કેલી વધી રહી છે.

સરકારની મુશ્કેલી વધી

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં જીવલેણ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં 523 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જે એપ્રિલ પછી સૌથી વધારે છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 33,147 નવા કેસો સામે આવી ચૂક્યા છે. સોમવારથી મંગળવારથી વચ્ચે ફ્રાન્સમાં 1194 કેસો વધી ગયા છે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 33,147 નવા કેસો સામે આવી ચૂક્યા

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મૈક્રો કોરોનાના વધતા મામલાઓને નજરે જોતા રક્ષા પરિષદની બે આપાતકાલીન ઈમર્જન્સી બેઠક પણ યોજી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here