ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (Insurance Regulatory and Development Authority)એ જીવન વીમા કંપનીઓને 1 જાન્યુઆરી 2021 સુધી એક માપદંડ ‘સરલ જીવન વીમા’ (Saral Jeevan Bima) પોલીસી લોન્ચ કરવાનો આદેશ આપ્યો છે. ગ્રાહકોને વધુ સારો નિર્ણય લેવામાં આ પોલીસી મદદરૂપ સાબિત થશે. ઇરડા અનુસાર, ‘સરળ જીવન વીમા પોલીસી’ લોન્ચ કરવાનો આદેશ આપ્યો છે. ગ્રાહકોને સારો નિર્ણય લેવામાં આ પોલીસી મદદરૂપ થશે. ઇરડા અનુસાર ‘સરલ જીવન વીમા’ પોલીસી શુદ્ધરૂપે એક ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન છે, જેને 18થી 65 વર્ષની ઉંમરનો કોઇપણ વ્યક્તિ લઇ શકશે અને તેની ટર્મ 4થી 40 વર્ષ સુધીની છે. આ પોલીસી તમારા માટે કેટલી ફાયદાકારક છે, ચાલો તમને જણાવીએ….

>> ઇરડાની ગાઇડલાઇન અનુસાર, આ વીમા યોજના અંતર્ગત વ્યક્તિ 5 લાખતી 25 લાખ રૂપિયા સુધીનો વીમો કરાવી શકે છે. આ પોલીસી 50 હજાર રૂપિયાના ગુણાકારમાં હશે.
>> આ પોલીસી એક વ્યક્તિગત શુદ્ધ જોખમ વાળી પ્રીમિયમ જીવન વીમા પોલીસી છે, જે પોલીસી ટર્મ દરમિયાન મૃત્યુના કેસમાં નોમિની વ્યક્તિને એકસાથે રકમ ચુકવશે.
>>સરલ જીવન વીમા પોલીસીમાં આત્મહત્યા જેવી આકસ્મિક ઘટના સામેલ નહી થાય.

>> આ પોલીસીનો ટાઇમ પીરિયડ 5થી 40 વર્ષનો છે અને તેને 18 અને તેથી વધુની ઉંમરનો કોઇપણ વ્યક્તિ લઇ શકે છે.
>> સ્ટાન્ડર્ડ ટર્મ જીવન વીમાની મહત્તમ મેચ્યોરિટી ઉંમર 70 વર્ષની છે.
>>પોલીસીમાં ત્રણ પ્રીમીયમ પેમેન્ટ વિકલ્પ હશે જેમાં નિયમિત પ્રીમિયમ, 5 અને 10 વર્ષ માટે સીમિત પ્રીમિયમ પેમેન્ટ પીરિયડ અને સિંગલ પ્રીમિયમ.
>> પોલીસીમાં અનિવાર્ય રૂપે 5થી 25 લાખ રૂપિયા વચ્ચેની રકમનો વીમો હશે.
>> ઇરડા તરફથી કંપનીઓને કોઇપણ સ્થિતમાં બદલાવ વિના મહત્તમ વીમા રકમની રજૂઆત કરવાની પરવાનગી હશે.

સ્ટાન્ડર્ડ ટર્મ જીવન વીમો લેવો કેટલો યોગ્ય?
પોલીસીબાઝાર.કૉમ અનુસાર લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ બિઝનેસ ઑફિસર સંતોષ અગ્રવાલનું માનવુ છે કે, જીવન વીમાની પહેલીવાર ખરીદતા લોકો માટે આ યોજના એક વરદાન સાબિત થશે. જો કે તેમાં કિંમતો અલગ હોઇ શકે છે. પરંતુ તેમાં વીમાકર્તાઓ માટે લાભ, સમાવેશ અને બાકાત જેવી તમામ વિશેષતાઓ છે. ઇરડાએ બોર્ડ દ્વારા મંજુર નીતિ અનુસાર વીમાકર્તાઓ માટે પોતાના પ્રીમિયમ નિર્ધારણને છોડી દીધું છે તેથી હવે તમારી ઉંમર, આવક અને સ્વાસ્થ્ય ઇતિહાસનું તેમાં ધ્યાન રાખવામાં આવશે.

આ પોલીસીમાં 45 દિવસોનો વેઇટિંગ પીરિયડ છે. તેમાં આજીવિકા સુરક્ષા નીતિઓનું ધ્યાન રાખવાના કારણે ડેથ બેનેફિટ વધુ લાભકારી છે. 45 દિવસો દરમિયાન આ પોલીસી ફક્ત દુર્ઘટનાના કારણે મૃત્યુને કવર કરશે. જણાવી દઇએ કે સિંગલ પ્રીમિયમ પોલીસીમાં ડેથ બેનિફિટ 125 ટકાથી વધુ હશે. તેનું કારણ એ છે કે આ એક શુદ્ધ જીવન વીમા યોજના છે. કદાચ આ જ કારણે તેમાં કોઇ મેચ્યોરિટી લાભ પણ નથી.