‘સાહેબ, મારા ફૂલ જેવા છોકરાને પોલીસે માર મારીને મારી નાખ્યો છે. અમને ન્યાય અપાવો’, આ શબ્દો બાળ સંરક્ષણગૃહમાં મૃત્યુ પામનારા ૧૭ વર્ષના કિશોરની માતાના છે. ‘મારો છોકરો કોઇ ગુનેગાર નહોતો, તેણે કરેલી પહેલી ભૂલની સજા મોત મળ્યું’, તેમ બે દિવસથી કિશોરની લાશ સિવિલ હોસ્પિટલમાં છે.

તેના પરિવારજનોએ લાશ લેવાનો ઇનકાર કરી દીધો છે. ઇસનપુર પોલીસે મારામારીના કેસમાં બે કિશોરને પકડીને ખૂબ જ માર-માર્યો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. જો કે શાહપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી છે.

ઇસનપુર પોલીસે રિતિક નામના કિશોરને મારા-મારીને કેસમાં પકડયો હતો. ત્યારબાદ પોલીસે રિતિકની માતાને કહ્યું હતું કે તે સુધરી જાય એટલે બે-ત્રણ દિવસની શિક્ષા કરીને તેને છોડી મૂકવાની ખાતરી આપી હતી. પરંતુ રિતિકને જીવતો નહીં મૃત હાલતમાં શાહપુર બાળ સંરક્ષણગૃહમાંથી આપવામાં આવતાં તેના પરિવારજનો દિગ્મૂઢ થઈ ગયા છે. જેના કારણે બે દિવસ થયાં છતાં રિતિકની લાશ લેવાનો ઇનકાર કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ પણ તેમના પરિવારજનોને સમજાવી રહ્યા છે.

કિશોરના કસ્ટોડીયલ ડેથ મામલો શાંત પાડવા સીટની રચના

શહેરના ઇસનપુર પોલીસે પકડેલા ૧૭ વર્ષીય કિશોરના શંકાસ્પદ મોતમાં પોલીસ અને બાળ સંરક્ષણગૃહ બંને પર ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે પરિવાર લાશ સ્વીકારી રહ્યો નથી ત્યારે મામલો થાળે પાડવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સીટની રચના કરી છે.

જેમાં મેઘાણીનગર પીઆઇ જે એલ ચૌહાણ, કાગડાપીઠ PSI અને બે કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. લોકોને બુદ્ધુ બનાવવા પોલીસની બેદરકારી અને આળસનો ઢાંક પીછોડો કરવા માટે જ્યારે પણ આવા મુદ્દા ઉછળે ત્યારે ક્રાઇમ બ્રાચ કે પછી સીટને તપાસ સોંપી મામલો થાળે પાડી દેવાતી હોવાની ચર્ચા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here