સરદાર વલ્લભાઈ પટેલ જન્મજયંતી 31 ઓક્ટોબરના એકતા દિવસની પરેડ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બદલાયો છે. અગાઉ તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટથી સી-પ્લેન મારફતે કેવડિયા કોલોની જવાના હતા. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ તેઓ શુક્રવારે સવારે 9.30 વાગે ગાંધીનગર આવશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કેશુભાઈ પટેલના ધરે જઈને શ્રદ્ધાંજલિ પાઠવશે અને ત્યારબાદ સ્વ. નરેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ આપશે.

 • અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મુજબ પીએમ મોદીનું સ્વાગત કરાશે
 • CM રૂપાણી, DyCM નીતિન પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોદીને સતકારવા એરપોર્ટ પહોંચ્યા
 • પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું
 • પીએમ મોદીનું પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ
 • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ પહોંચ્યા
 • સીએમ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
 • અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો
 • પીએમ મોદી થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે
 • 1 વાગ્યે એકતા મોલનું ઉદ્ધાટન કરશે
 • ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું લોકાર્પણ કરશે
 • 12 વાગ્યે આરોગ્ય કુટિરનું લોકાર્પણ કરશે
 • બપોરે 3.45 કલાકે જંગલ સફારીનું લોકાર્પણ
 • સાંજે 5 કલાકે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ
 • 17 પ્રોજેક્ટનું લોકાર્પણ, 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ
 • સાંજે 7 કલાકે ડાયનામિક ડેમ લાઈટિંગનું ઉદ્ધાટન
 • સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લેશે મુલાકાત
 • SOU પર એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ
 • રાષ્ટ્રીય એકતા પરેડનું કરશે નિરીક્ષણ
 • દેશની પ્રથમ સી – પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 મહિના પછી ગુજરાત આવી રહ્યા છે. શુક્રવારે સવારે 9.30 વાગ્યે તેઓ દિલ્હીથી અમદાવાદ આવશે અને ગાંધીનગર ખાતે સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે. તેઓ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચશે. એટલું જ નહીં,પીએમ મોદી સ્વ. નરેશ કનોડિયાના ઘરે જઈને બન્ને ભાઈઓને શ્રદ્ધાંજલિ આપશે. અને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી બપોરે 12 વાગ્યાની આસપાસ કેવડિયા જવા રવાના થશે.

પીએમ મોદીના બે દિવસની ગુજરાત પ્રવાસમાં આ મુલાકાત દરમિયાન તેઓ માતા હીરાબાની મુલાકાત લે તેવી સંભાવનાને પગલે એરપોર્ટથી રાજભવન વચ્ચે બે દિવસથી પોલીસ બંદોબસ્ત સતર્ક કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન આજે તા.૩૦મીને શુક્રવારે બપોરે 12 કલાકે કેવડિયા કોલોનીમાં પહોંચીને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સાથે સાથે તેઓ અહીંયાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં બનેલા નવા પ્રકલ્પો જે પહેલા ટ્રાયલ બેઝ પર પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેનું વિધિવત ઉદ્ઘાટન કરશે. જેમાં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, કેક્ટ્સ ગાર્ડન ,ગ્લો ગાર્ડન, જંગલ સફારી પાર્ક પ્રવાસન સ્થળો છે તેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

ખાસ કરીને વડાપ્રધાનના હસ્તે નવી બે જે સેવાઓ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવનાર છે તે એક સી પ્લેન અને બીજી ક્રૂઝ બોટનું લોકાર્પણ કરાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ અમદાવાદ સાબરમતીથી કેવડિયા આવી શકશે. જે માટે કેવડિયા તળાવ નંબર-3માં જેટી બનાવવામાં આવી છે, તેમજ વોટર એરોડ્રોમ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેવડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી 6 કિલોમીટરની યાત્રા જળ માર્ગે જવા માટે એકતા ક્રૂઝ બોટનો પણ પ્રારંભ વડાપ્રધાન કરાવશે. ક્રૂઝ બોટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી રમાડા હોટલ સુધી ફ્રશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.૩૦મીને શુક્રવારે સવારે 9.30 વાગે અમદાવાદ આવી સર્વપ્રથમ કેશુભાઈ પટેલનું અવસાન થયું હોવાથી તેમના પરિવારને મળવા જશે. ત્યારબાદ પીએમ મોદી સ્વ. નરેશ કનોડિયાના ઘરે જઈને શ્રદ્ધાંજલિ  આપશે. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ કેવડિયા જશે. અને ત્યારબાદ આગળના કાર્યક્રમ યથાવત રહેશે.

૩૦ ઓક્ટોબર 2020ના કાર્યક્રમ

 • બપોરે ૩ કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
 • પ્રથમ જંગલ સફરી પાર્કનું ઉદ્દઘાટન કરશે
 • ફેરી બોટ (ક્રુઝ)નું ઉદ્દઘાટન કરશે
 • ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન,કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્દઘાટન કરશે
 • રાત્રી રોકાણ કેવડિયા ખાતે કરશે.

31 ઓક્ટોબર 2020ના કાર્યક્રમ

 • સવારે આરોગ્ય વનનું ઉદ્દઘાટન
 • સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સરદાર પટેલની પ્રતિમાની ચરણ પૂજા
 • રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ
 • રાષ્ટ્ર જોગ પ્રવચન
 • IAS અધિકારી (મસૂરી ) સાથે વર્ચ્યુઅલ સંવાદ
 • બાદમાં તળાવ નંબર 3 પર જશે
 • સી પ્લેનનું ઉદ્દઘાટન કરી અમદાવાદ જવા રવાના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here