રાશિ ભવિષ્ય

મેષ રાશિ
આજે તમારે ધીરજ રાખવાની રહેશે. પૈસાનું રોકાણ કરી શકો છો. ભાઈ-બહેનનાં સહયોગથી લાભ થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંભાળીને રહેવું. આર્થિક લાભ મળશે. વિદેશમાં રહેલા સ્વજનો તરફથી શુભ સમાચાર મળશે. વેપારમાં આર્થિક લાભ થશે. નવા આયોજન માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ શરૂ થશે. શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આજે તમને રાજકીય બાબતોમાં સફળતા મળશે. ભાગ્યોદય સંભવ બની શકે છે. સંતાન પાછળ ખર્ચ થશે.

વૃષભ રાશિ
આજે નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે, જેનાથી તમારા નવા સંબંધોનો આરંભ થશે. અપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે. વ્યવસાયમાં પ્રગતિ થવાની સંભાવનાઓ રહેલી છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા છવાઈ રહેશે. તમને સમાજમાં માન-સન્માન મળશે. ભરપૂર આત્મવિશ્વાસ અને દઢ મનોબળથી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. ઓફિસમાં અધિકારી જાતકના કામની પ્રશંસા કરશે. પદોન્નતિની સંભાવના રહેલી છે. સામાજિક કાર્યોથી માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

મિથુન રાશિ
આજે વાહન સુખનો વિસ્તાર થશે. નોકરીમાં પદોન્નતિ અને આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, જેનાથી તમને ખૂબ જ આનંદિત થશો. પરિવારજનો તથા મિત્રોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. લાભ થવાની સંભાવના રહેલી છે. સંતાન તરફથી તમને લાભ મળશે. નાના પ્રવાસ માટે સ્થિતિ અનુકૂળ છે. મિત્ર, પત્ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં તમને પિતાનો સપોર્ટ મળશે. ઘણા વર્ષોથી અટવાયેલા કાર્ય પૂર્ણ થશે.

કર્ક રાશિ
આજે વ્યાપારિક નિર્ણય તમે સરળતાથી લઈ શકશો. તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. બીમારી અથવા દુર્ઘટના થવાના યોગ બની રહ્યા છે, એટલા માટે સાવધાની રાખવી. પરિવારમાં પણ મતભેદ થશે, પરંતુ બપોર બાદ તમે બધાં કાર્યોમાં અનુકૂળતાનો અનુભવ કરશો. પરિણામ સ્વરૂપ કાર્ય કરવામાં ઉત્સાહનો અનુભવ થશે. આજે માન-સન્માનને નુકસાન પહોંચી શકે છે. વિશેષ રૂપથી મોજશોખ અને મનોરંજન પાછળ ખર્ચ થશે. નિર્ધારિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિ
ભવિષ્યની ચિંતા રહેશે. આજે કલાત્મકતામાં નિખાર લાવવાનો દિવસ છે. આજે આ રાશિના જાતકો મનોરંજન પાછળ ખર્ચ કરશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે. તમારી સર્જનાત્મક તથા કલાત્મક શક્તિઓમાં વૃદ્ધિ થશે. કાર્ય ઉત્સાહ અને ચોકસાઈપૂર્વક કરવું. પરંતુ મધ્યાન બાદ તમારું માનસિક વ્યવહાર દ્વિધાપૂર્ણ રહેશે. ઉત્તમ દાંપત્યજીવન વાળો દિવસ રહેશે. જીવનસાથીની સાથે નાના-મોટા વાદ વિવાદ થવાની સંભાવના રહેલી છે, એટલા માટે કોઈ પણ પ્રકારના વિવાદથી બચવું.

કન્યા રાશિ
ભૌતિક સાધનો પ્રત્યે આકર્ષિત રહેશો. મહિલાઓ તરફથી લાભ મળશે. મનમાં ઉદાસી રહેશે. જેનાથી નકારાત્મક વિચાર વધશે. વધારે પડતો ખર્ચ થઈ શકે છે. નવું કાર્ય પ્રારંભ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. બપોર બાદ તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે અને તેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. ખાણી-પીણીમાં સંયમ રાખવું. જિંદગીની હકીકતનો સામનો કરવા માટે તમારે પોતાના પ્રિય વ્યક્તિને થોડા સમય માટે ભુલવા પડશે.

તુલા રાશિ
સામાજિક ગતિવિધિઓ તરફ રુચિ વધશે. ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં ધન ખર્ચ થઈ શકે છે. ઉર્જાવાન હોવા છતાં પણ તમે પોતાના કાર્ય પર ફોકસ કરી શકશો નહીં. પૈસાની લેવડ દેવડની બાબતમાં સતર્ક રહેવું. લાંબુ નુકસાન થઈ શકે છે. આજે માતા-પિતાની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. વૈવાહિક જીવનમાં પ્રેમ અને શાંતિ રહેશે. પોતાની ખોટી આદતોને છુપાવવી નહીં, પરંતુ તેને દૂર કરવાનો પ્રયાસ કરવો.

વૃશ્ચિક રાશિ
આજે અચાનક તમને ધનપ્રાપ્તિના નવા સ્ત્રોત મળશે, જે તમારા દિવસને ખુશનુમા બનાવશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવારજનોનું સમર્થન તમને મળશે. આજે તમારા પિતા તમારાથી ખૂબ જ પ્રસન્ન રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને તમારા સંબંધોપણ મજબૂત બનશે. કૌટુંબિક તથા આર્થિક વિષયો ઉપર તમે વધારે ધ્યાન આપશો. વિદ્યાર્થીઓને અભ્યાસનાં ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

ધન રાશિ
આજે તમને પોતાની ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. યોગ્ય વ્યક્તિ તમારી સમસ્યાઓનો ઉકેલ લાવશે. પૈસાની બાબતમાં આજનો દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. ઓફિસમાં આજે ખૂબ જ કામ રહેશે. આજે પૈસા સરળતાથી હાથમાંથી સરકી જશે. તમે કોઈ એવી ચીજની ઇચ્છા રાખી શકો છો કે અન્ય કોઈ વ્યક્તિની હોય. વાહન-મકાન વગેરે સબંધી કાર્યવાહીમાં સાવધાનીપૂર્વક આગળ વધવું.

મકર રાશિ
વિદ્યાર્થીઓ માટે આજે ખુશીનો દિવસ રહેશે. શક્ય છે કે આજે તમે કોઈ મુશ્કેલ કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકો છો. તમે વેપાર કરો છો તો આજે તમારા હાથમાં કોઈ મોટું કામ લાગી શકે છે. નોકરી કરતા લોકોને નિરાશા પ્રાપ્ત થઇ શકે છે. વિચારેલું કાર્ય અધૂરું રહી જશે. જો તમે ઈમાનદારીથી મહેનત કરશો, તો તમારો વ્યવહાર ખૂબ જ ઝડપથી આગળ વધશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવવાની સંભાવના છે.

કુંભ રાશિ
આજે તમારો દિવસ ખૂબ જ ખુશનુમા રહેશે. પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. બની શકે છે કે તમે પોતાના ભાઈઓ પાસેથી કંઈક સલાહ લો અને તે સલાહ તમારા માટે ફાયદાકારક પણ રહેશે. કાનૂની બાબતોમાં યોગ્ય રીતે આગળ વધવું, નહિતર તમારો પક્ષ કમજોર પડી શકે છે. કોઈ નાનો તણાવ પણ તમને પરેશાન કરી શકે છે. જો તમે નવું વાહન ખરીદવા માંગો છો, તો શોરૂમ જઈને પોતાના માટે ગાડી જોવા માટે આજનો દિવસ સારો છે.

મીન રાશિ
આજે તમારી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે પૈસા સાથે જોડાયેલ કોઇ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ જશે, જેનાથી તમને ખૂબ જ મોટો લાભ મળવાની સંભાવના રહેલી છે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. પારિવારિક જીવનમાં અચાનક કોઈ જુના મુદ્દા સામે આવી શકે છે. કારગર વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. પરિવારજનો અને મિત્રોની સાથે ઘનિષ્ઠતામાં વૃદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here