વર્તમાન સમયની જીવનશૈલી મુજબ લોકોને સૌંદર્યને લઇને અનેકવિધ સમસ્યાઓ રહે છે. આયુર્વેદમા સુંદરતા મેળવવા માટેના ઉપચારોનો ખજાનો રહેલો છે. અમુક વખત આપણે ખીલ, કરચલીઓ, બ્લેક હેડ્સ, સ્કિન ટેન સહિતની સમસ્યાઓથી પીડાતા હોઈએ છીએ. જેને લઇને સ્ત્રીઓ અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે પરંતુ, તેની આડઅસર ખુબ જ ગંભીર પ્રકારની હોય છે. તેમા ક્રીમ, લોશન, સીરમ સહિતમાં ઘણા એવા કેમિકલ્સ હોય છે જે આપણી ત્વચાને હાની પહોંચાડે છે. આજે આપણે આ સમસ્યાઓને દૂર કરવા માટેના અમુક આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશુ.

ઉપાયો :

જો તમે દૂધ, નમક અને લીંબુના રસને મિક્સ કરીને તેનુ મિશ્રણ તૈયાર કરી ત્યારબાદ તેને ચહેરા પર લગાવી લો. આ મિશ્રણ સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને ધોઇ લો. આ ઉપાય અજમાવવાથી તમારી ત્વચાના છીદ્રો ખુલી જશે અને તમને ફરક જોવા મળશે.

આ સિવાય મોઢા પર ચમક લાવવા માટે તમે દ્રાક્ષ નો પણ ઉપયોગ કરી શકો છો, જો તમે દ્રાક્ષ ને વાટીને તેની એક પેસ્ટ તૈયાર કરી લો અને ત્યારબાદ આ પેસ્ટ ને તમારા મોઢા પર લગાવો અને ૧૫ મિનિટ સુધી રાખી મૂકો તો તમારી ત્વચા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થશે.

કોબીજના રસને મધમા મિક્સ કરીને તેને ચહેરા પર લગાવવાથી તમારા ચહેરા પરની કરચલીની સમસ્યામાથી તમને મુક્તિ મળે છે અને તમારો ચહેરો ચમકતો રહે છે.

આ સિવાય જો તમને મધ અને મલાઇને મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરી લો અને ત્યારબાદ તેને ચહેરા પર લગાવો તો તમારી ત્વચા મુલાયમ બની જાય છે અને તમારો ચહેરો તાજગીથી ભરેલો રહે છે, આ ઉપાય તમે શિયાળાની ઋતુમા પણ અપનાવી શકો છો.

આ ઉપરાંત ઘી અને ગ્લિસરીન ત્વચા માટે એક શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપાય છે, જે મોઇશ્ચરાઇઝરનુ કાર્ય કરે છે, તેનાથી તમારી ત્વચાને અઢળક લાભ પહોંચે છે.

આ સિવાય તમે ટામેટા ના રસ કાઢી લો અને તેમા થોડોક લીંબુ નો રસ ભેળવી લો અને તેને તમારી મોઢા પર લગાવો, જેથી તમારી સ્કીન મુલાયમ બની જશે અને તમારૂ મોઢું સુંદર લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here