વલસાડ જિલ્લાના ૧૮૧ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના ગરમ વાતાવરણમાં કપરાડા ભાજપના એક વોટ્સઅપ ગ્રૂપમાં એક યુવા કાર્યકરે અત્યંત બીભત્સ ફોટો પોસ્ટ કરતા અન્ય ભાજપ કાર્યકરોએ આ ફોટો પ્રદેશ ભાજપ પ્રમુખ, મહામંત્રી, કેન્દ્રીય મહિલા મંત્રી સહિત ટોચના નેતાઓ જોઇ ન જાય તે માટે ૧૦૦ થી ૧૫૦ મેસેજ વારાફરતી મોકલી આ બીભત્સ હરકતને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

૧૦૦ થી ૧૫૦ મેસેજ વારાફરતી મોકલી આ બીભત્સ હરકતને ઢાંકવાનો પ્રયાસ કર્યો

વલસાડ જિલ્લાના ૧૮૧ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૩ નવેમ્બરના રોજ થનાર છે. ત્યારે ચૂંટણીના ગરમ માહોલને કપરાડા ભાજપના આઇટીએસએમ બીજેથી વોટ્સઅપ ગુ્રપે વધારે ગરમ બનાવી દીધો છે. આ વોટ્સએપ ગ્રૂપમાં ગુરૃવારે સવારે ૭-૫૭ વાગે પ્રકાશ ભોંદવા નામના ભાજપ કાર્યકરના મોબાઇલ ઉપરથી અત્યંત બીભત્સ ફોટો શેર કરવામાં આવ્યો હતો. આ ફોટો એ પ્રથમ ભાજપ સોશિયલ મીડિયાના પારસ દેસાઇએ જોતા તેમણે તેમજ અન્ય ભાજપના કાર્યકરોએ આશરે ૧૦૦થી ૧૫૦ જેટલા ભાજપના ગુણગાન ગાતા બીજા મેસેજોનો મારો ચલાવ્યો હતો.

અત્યંત બીભત્સ ફોટો શેર કરવામાં આવ્યો

આ વોટ્સગ્રૂપમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મહામંત્રી ભરતસિંહ પરમાર, એક કેન્દ્રીય મહિલા મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, સાંસદ ડો. કે. સી. પટેલ, જિલ્લા તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી, ધારાસભ્યો સહિત અનેક મોટા માથા હોવાથી કોઈ મોટું માથું આ બીભત્સ ફોટો જોઇ ન જાય તે માટે ભારે પ્રયાસો કર્યા હતા અને આ વોટ્સઅપ ગ્રૂપના તમામ મેમ્બરોને પણ આ વાત બહાર ન જાય તે માટે કડક સુચના પણ આપી દેવામાં આવી હતી.

પ્રકાશ ભોંદવાએ મોકલેલ બીભત્સ ફોટો ગ્રૂપ બહાર ફરતો થઈ જતાં ભાજપ કાર્યકરોનો અસલી ચહેરો બહાર આવ્યો


આમ છતાં આ ગ્રૂપમાંથી પ્રકાશ ભોંદવાએ મોકલેલ બીભત્સ ફોટો ગ્રૂપ બહાર ફરતો થઈ જતાં ભાજપ કાર્યકરોનો અસલી ચહેરો બહાર આવ્યો હતો અને પોતાના શિસ્તબધ્ધ સંસ્કારી પાર્ટી ગણાવતા ભાજપના મોટા માથાઓ અને પાર્ટીની આબરના ધજાગરા ઉડયા હતા. ઉપરોક્ત શરમજનક હરકત ગ્રૂપમાં થઈ હોવા છતાં ભાજપના એકપણ મોટા માથાએ આ કૃત્યને વખોડયું નથી કે કપરાડાના કાર્યકર પ્રકાશ ભોંદવા સામે કાર્યવાહી કરી નથી જે ભાજપની બેવડી નીતિનો પર્દાફાશ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here