જમ્મુ- કાશ્મીરમાં કુલગામમાં આતંકીઓએ એક વાર ફરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નિશાનો બનાવ્યો છે. ગુરુવારે એક આતંકી હુમલામાં ભાજપના 3 કાર્યકર્તાઓના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર એ તોયેબા સાથે જોડાયેલા સંગઠને લીધી છે. જેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધમકી આપી હતી.

  • ધમકી આપી કે સ્મશાન ઘાટ પણ ઓવરબુક થઈ જશે
  •  370 હટાવ્યા બાદ આ સંગઠનને તૈયાર કરવામાં આવ્યું
  • હુમલામાં લગભગ 8 ભાજપના નેતાઓની હત્યા કરાઈ

લશ્કર એ તૈયબાના સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટે (TRF) ગુરુવારે કુલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. આ આંતકી હુમલામાં ભાજપના નેતા ફિદા હુસૈન, ઉમર હજમ, ઉમર રાશિદની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી.

આતંકી સંગઠન TRFએ આ આંતકી હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી. જેમાં ધમકી આપી કે સ્મશાન ઘાટ પણ ઓવરબુક થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે લશ્કર એ તોયેબાના જ સંગઠન TRFને ગત કેટલાક સમય પહેલા તૈયાર કરવામાં આવ્યું છે.  જેમાં જમ્મુ કાશ્મીરના સ્થાનીય આતંકીઓને સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે. આ સંગઠનને સોશિયલ મીડિયામાં હાજર છે અને ત્યાં તે પોતાનું બ્રાન્ડિંગ કરવામાં જોડાયેલા રહે છે.

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ સંગઠનને તૈયાર કરવામાં આવ્યું છે. જે બાદ આને હુમલો કરવાનું શરુ કરી દીધું છે. હવે સુરક્ષાદળોના કાફિલા પર કેટલાક હુમલામાં આ સંગઠનનું નામ આવી ચૂક્યું છે. સાથે હવે ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાની જવાબદારી પણ આને લઈ લીધી છે.

ઉલ્લેખનીય છે કે ગત કેટલાક સમયથી જમ્મુ કાશ્મીરમાં ભાજપ સાથે જોડાયેલા લોકો અને નેતાઓ પર આતંકવાદી હુમલા વધ્યા છે. જૂન 2020થી અત્યાર સુધીમાં થયેલા હુમલામાં લગભગ 8 ભાજપના નેતાઓની હત્યા કરાઈ છે.

નોંધનીય છે કે સુરક્ષાદળો દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની વિરુદ્ધ પોતાનું ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. આ જ કારણ છે કે આતંકી સંગઠનો બેબાકળા થયા છે આ કારણે તેઓ વારંવાર સુરક્ષાદળો અને પબ્લિક ફિગરને નિશાન બનાવવાનો પ્રયાસ  કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here