શેરડીમાંથી નીકળતા અને પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતા ઇથેનોલના ભાવમાં પ્રતિ લિટરે ૩.૩૪ રૃપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલમાં ઇથેલોન મિક્સ કરવાથી શેરડીના ખેડૂતોને ફાયદો થાય છે અને પેટ્રોલનું આયાત બિલ ઘટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ શેરડીમાંથી બનાવવામાં આવતા ઇથેનોલના ભાવમાં ૩.૩૪ રૃપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. હાલમાં એક લિટર ઇથેનોેલનો ભાવ ૫૯.૪૮ રૃપિયા છે. જે ડિસેમ્બર, ૨૦૨૦થી શરૃ થતા પુરવઠા વર્ષથી વધીને ૬૨.૬૫ રૃપિયા થઇ જશે.
ઇથેનોલના ભાવમાં ૩.૩૪ રૃપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે સી હેવી મોલાસેસમાંથી તૈયાર કરવામાં આવેલા ઇથેનોલનો ભાવ ૪૩.૭૫ રૃપિયાથી વધારીને ૪૫.૬૯ રૃપિયા કરવામાં આવ્યો છે જ્યારે બી-હેવીમાંથી તૈયાર કરવામાં આવેલા ઇથેનોલનો ભાવ ૫૪.૨૭ રૃપિયાથી વધારી ૫૭.૬૧ રૃપિયા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતને પોતાની જરૃરિયાતના ક્રૂડ ઓઇલ પૈકી ૮૫ ટકા ક્રૂડ ઓઇલની આયાત કરવી પડે છે. ઓઇલની આયાત અને વાહનોનું ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલ મિશ્રિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ઓઇલની આયાત અને વાહનોનું ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલ મિશ્રિત કરવાની મંજૂરી આપવામાં આવી
ઇથેનોલ શેરડીના ખેડૂતોને પોતાનો પાક વેચવાનો એક અન્ય વિકલ્પ પૂરો પાડે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઇથેનોલની ખરીદી કરવામાં આવતા ૨૦૧૩-૧૪માં ૩૮ કરોડ લિટર ઇથેનોલ ખરીદવામાં આવ્યું હતું જે ૨૦૧૯-૨૦(ડિસેમ્બર, ૨૦૧૯થી નવેમ્બર, ૨૦૨૦) સુધીમાં વધીને ૧૯૫ કરોડ લિટર થઇ ગયું છે. જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે ઇથેનોલ શૂન્ય ઉત્સર્જનવાળું પર્યાવરણને અનુકૂળ ઇંધણ છે.