હાલમાં બાળકો મોબાઇલમાં સતત ગેમ રમતા વધારે જોવા મળી રહ્યો છે. ચિકિત્સકો દ્વારા પણ આ મામલે સતત જણાવામાં આવી રહ્યું છે આનાથી બાળકોની આંખોને ઘણુ નુકસાન થઇ રહ્યું છે. બાળકોથી લઇને યુવાઓમાં PUB-G ગેમનું આકર્ષણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના ખાતે PUB-G ગેમ મુદ્દે તકરાર થતા યુવકે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • સુરતના ડિંડોલી વિસ્તારમાં બની આ ઘટના
  • પિતાએ PUB-G રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ કરી આત્મહત્યા
  • પુત્રની PUB-G ગેમ રમવાની આદતથી પિતા હતા પરેશાન 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પિતાએ PUB-G ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 24 વર્ષના પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. 
 

શહેરના ડિંડોલી વિસ્તારમાં આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પુત્રની PUB-G ગેમ રમવાની આદથી પિતા સતત પરેશાન રહેતા હતા. ગેમ રમવાનું બંધ કરાવવા પિતાએ અનેક પ્રયાસ કર્યા હતો. જો કે પુત્ર તેમ છતાં પણ સતત આ ગેમ રમતો હતો. 
 

ત્યારે પિતાએ PUB-G ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જુવાન જોધ 24 વર્ષિય પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here